Site icon hindtv.in

મહેસાણામાં જર્જરિત બાલવાટિકા અને પાણીની ટાંકી જોખમી બની

મહેસાણામાં જર્જરિત બાલવાટિકા અને પાણીની ટાંકી જોખમી બની
Spread the love

મહેસાણામાં જર્જરિત બાલવાટિકા અને પાણીની ટાંકી જોખમી બની
કટોસણમાં વર્ષોથી બંધ પાણીની ટાંકી જર્જરિત હાલતમાં
ટાંકીને તોડી પાડવા સ્થાનિકો વારંવાર રજૂઆત

મહેસાણાના કટોસણ ગામમાં જર્જરીત પાણીની ટાંકી અને બાલવાટિકાને કારણે મોટી દુર્ઘટનાનો ભય તોળાઈ રહ્યો છે. છેલ્લા બે વર્ષથી આ જોખમી ટાંકીને તોડી પાડવા સ્થાનિકો વારંવાર રજૂઆત કરી રહ્યા છે,

કટોસણરોડ ગામમાં આવેલ પાણીની ટાંકી છેલ્લા ઘણા સમયથી જર્જરિત બની જવા પામી છે. જેની નીચે ઉભુ રહેવું પણ હિતાવહ રહ્યું નથી. તેનાથી ગમે તે સમયે અકસ્માત સર્જાવાની સંભાવના તથા જાનહાનિ પણ થઈ શકે છે ક્યારેક કોઈ બાંધકામને લાંબો સમય વીતી જાય પછી તેની મજબૂતાઇ ઓછી થઈ જાય છે. તેની ટકાઉ ક્ષમતા પણ ઘટી જાય છે અને તેની હાલત જર્જરિત થઇ જાય છે. આ ટાંકી પાસે જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, BOB બેંકમાં જવાનો મુખ્ય માર્ગ અને પાણી ટાંકી પાસેજ નાના બાળકોની આંગણવાડી આવેલી છે. જર્જરિત ટાંકીથી ગ્રામજનોને માથે અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે.

પરંતુ તંત્ર નિદ્રાધીન હોય તેમ લાગે છે. ટાંકી આસપાસ લોકોની સતત અવરજવર અને પશુઓ બાંધેલા હોવાથી જો આ બાંધકામ અચાનક ધસી પડે તો મોટી જાનહાનિ થઈ શકે છે. ત્યારે આ જોખમી ટાંકી ઉતારી લેવાની માંગ ઉગ્ર થઈ છે. ત્યારે ગ્રામજનો આ જર્જરિત પાણીની ઓવરહેડ ટાંકીના સ્થાને નવી પાણીની ઓવરહેડ ટાંકી બનાવવાની માંગ પણ કરી રહ્યા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version