Site icon hindtv.in

મહેસાણા ભોયરાવાસમાં વરઘોડામાં નાચવા બાબતે થયેલી બબાલ

મહેસાણા ભોયરાવાસમાં વરઘોડામાં નાચવા બાબતે થયેલી બબાલ
Spread the love

મહેસાણા ભોયરાવાસમાં વરઘોડામાં નાચવા બાબતે થયેલી બબાલ
ભોયરાવાસમાં વરઘોડાની બબાલમાં યુવાનનું મોત.
6 વ્યક્તિઓએ અદાવત રાખી યુવાન પર કર્યો હુમલો

મહેસાણાના ભોયરા વાસમાં વરઘોડા દરમિયાન થયેલી બોલાચાલીની અદાવત રાખી ત્રણ શખ્સો અને તેમના સાથીદારોએ માથામાં છરો મારતાં માથામાં 40 ટાંકા આવ્યા છે. જેનું સારવાર દરમિયાન મૌત થયું છે

28 જાન્યુઆરીએ મુકેશજી અમરસિંહ ઠાકોર વરઘોડો જોવા ગયા હતા, જ્યાં કમલેશ ઉર્ફે કમો ઓમદાસ બાવાજી તલવાર ફેરવતી વખતે મુકેશજીની દીકરીને અથડાતા તે નીચે પડી ગઈ હતી. આ બાબતે થયેલી તકરાર બાદ, જ્યારે મુકેશજી તેમના મિત્ર રાકેશજી વાઘેલાને મૂકવા જઈ રહ્યા હતા, ત્યારે કમલેશ, તેનો ભાઈ મોનુ ઓમદાસ બાવાજી, મોઈન અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. 6 વ્યક્તિઓએ અદાવત રાખી યુવાન પર કરેલા હુમલામાં માથામાં છરો મારતાં માથામાં 40 ટાંકા આવ્યા છે, જેનું સારવાર દરમિયાન મૌત થયું છે

હુમલાખોરોએ ધારિયું, છરો અને તલવાર જેવા હથિયારોનો ઉપયોગ કર્યો હતો, રાકેશજીને માથાના ભાગે છરો વાગતા ગંભીર ઈજાઓ થઈ હતી. હુમલામાં દશરથજી અને અનિલજી પણ ભોગ બન્યા હતા. મુકેશજીની ફરિયાદના આધારે કુલ છ શખ્સો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version