માંડવીમાં શિક્ષકની કારનો કાચ તોડી રોકડની ચોરી
રસ્તાનું ખોદકામ ચાલુ – હોવાથી કોમન પ્લોટ પાસે કાર પાર્ક કરી
પાછળની સીટ પર મુકેલા પાકીટમાંથી 2.50,000 ની રોકડની ચોરી કરી
માંડવીમાં શિક્ષકની કારનો કાચ તોડી અઢી લાખની રોકડની ચોરી રસ્તાનું ખોદકામ ચાલુ – હોવાથી કોમન પ્લોટ પાસે કાર પાર્ક કરી ઘરે ગયા, પરત ફરીને જોયું તો પૈસા ગાયબ હતા
માંડવી નગરમાં શિક્ષકની કારનો કાચ તોડી પાછળની સીટ પર મુકેલા પાકીટમાંથી 2.50,000 ની રોકડની ચોરી કરી અજાણ્યો શખ્સ રફૂચક્કર થતાં ચકચાર મચી છે. પીએન પાર્ક સોસાયટીમાં રહેતા શિક્ષક નટુભાઇ જમસીભાઈ ચૌધરી દઢવાડા મુખ્ય પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે. શનિવાર હોવાથી સવારે 7:00 વગ્યાની આસપાસ કાર લઈને દઢવાડા જવા નીકળીયા હતા અને પરત માંડવી આવ્યા બાદ શિક્ષક ભવન ખાતે ઓબીસી બેંકની મિટિંગમાં ગયા હતા, મીટીંગ પૂર્ણ થયા બાદ તેઓ ઘરે પ્રસંગ હોવાથી મંડપવાળાને ભાડા પેટે 50,000 પાસે બોલાવીને આપ્યા હતા અને કારમાં પાછળની સીટ પર 2,50,000 લાખ લાખ રોકડા મુકેલા હતા. બાદમાં એક હિસાબ તેમની પાસે ગયો અને તમારી કારમાંથી ઓઇલ નીકળે છે તેવું જણાવી આગળ ચાલતો જતો રહ્યો હતો શિક્ષક કાલ લઈને બીએસએનએલ ઓફિસ વાળા રસ્તે આવે સોસાયટીમાં રસ્તા નું કામ ચાલુ હોવાથી કોમન પ્લોટ પાસે કાર મૂકી ઘરે ગયા હતા તે સમયે કારમાં મુકેલો પાકીટ અજાણ્યો શખ્સ કાચ તોડી પાકીટમાં મુકેલા અઢી લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો જેને કારણે શિક્ષકે માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસ દ્વારા આગળની કાર્યવહી હાથ ધરવામાં આવી છે

