Site icon hindtv.in

કુંભારવાડા વિસ્તારમાં હલાણ મુદ્દે મહિલાએ ઝેરી દવા ગટગટાવી

ભાવનગર :કુંભારવાડા વિસ્તારમાં હલાણ મુદ્દે મહિલાએ ઝેરી દવા ગટગટાવી
Spread the love

કુંભારવાડા વિસ્તારમાં હલાણ મુદ્દે મહિલાએ ઝેરી દવા ગટગટાવી
મહિલાએ તેના પરિવારના સભ્યો વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતી એક પરણીતાએ ઘરના ચાલવાના રસ્તાને લઈને ચાલતી માથાકૂટથી કંટાળી જઈને પોતાના ઘરે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે આ અંગે મહિલાએ તેના જ સાસરિયાંઓ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે.

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતી હંસા કિશોર કંટારીયા નામની મહિલાએ ગતરોજ ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે આ બનાવ સંદર્ભે મહિલાએ જણાવ્યું હતું કે તેના તથા તેના કુટુંબના સભ્યો ના ઘરના ચાલવાના રસ્તા મામલે લાંબા સમયથી માથાકૂટ ચાલતી હોય જેમાં સાસરીયા ઓ અસહ્ય માનસિક ત્રાસ આપતા હોય જેને લઈને કંટાળી જઈને મહિલાએ ઝેરી દવા પી લીધી હોવાનું જણાવ્યું હતું આ અંગે મહિલાએ ત્રાસ આપનાર વ્યક્તિઓ વિરુદ્ધ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે

Exit mobile version