માંડવીના ખંજરોલી ગામે કદાવર દીપડો પાંજરે પુરાયો
દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો
વન વિભાગે દીપડાનો જંગલમાં છોડવાની કાર્યવાહી હાથ ધરી
સુરત જિલ્લાના માંડવીના ખંજરોલી ગામે કદાવર દીપડો પાંજરે પુરાયો.
માંડવી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં છેલ્લા કેટલા દિવસથી દીપડાના આટાં ફેરાની ચર્ચાએ જોર પકડયું હતું. અને અવરનવર મરઘાનો શિકાર કરતો હોવાથી લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. જેના પગલે વન વિભાગ દ્વારા દસ દિવસ પહેલા ગામના ખેડૂત રીપલ પટેલના ખેતર નજીક પાંજરુ ગોઠવ્યું હતું. અને રાત્રે 10:00 વગ્યાની આસપાસ શિકારની શોધમાં આવેલો કદાવર દીપડો પાંજરામાં કેદ થયો હતો. આ અંગેની જાણ ગ્રામજનો થતાં દીપડો જોવા લોકોના ટોળે ટોળાં ઉમટી પડયા હતા. જોકે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. માંડવી વન વિભાગે પાંજરે પુરાયેલા દીપડાનો કબજો લઈ ગાઢ જંગલમાં છોડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

