Site icon hindtv.in

પાટડીના હેબતપુરમાં ભારે વરસાદ વચ્ચે તલાટી બન્યા દેવદૂત

પાટડીના હેબતપુરમાં ભારે વરસાદ વચ્ચે તલાટી બન્યા દેવદૂત
Spread the love

પાટડીના હેબતપુરમાં ભારે વરસાદ વચ્ચે તલાટી બન્યા દેવદૂત
૪૨ થી વધુ ગ્રામજનોનું કરાયું સલામત રેસ્ક્યુ
સગર્ભા અને દિવ્યાંગ મહિલા સહિતના લોકો માટે ઉત્કૃષ્ટ માનવતા

પાટડી તાલુકામાં અવિરત વરસી રહેલા ભારે વરસાદના કારણે હેબતપુર ગામના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

ઘરોમાં પાણી ભરાઈ જવાથી મુશ્કેલીમાં મુકાયેલા ગ્રામજનો માટે હેબતપુરના ઈન્ચાર્જ તલાટી શ્રી પી. કે. પરમાર દેવદૂત સાબિત થયા છે. તેમણે કટોકટીની ઘડીમાં તાત્કાલિક સ્થળ પર પહોંચીને ઉત્કૃષ્ટ માનવતા અને ફરજાનિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વરસાદી સંકટની ગંભીરતા સમજીને તલાટીશ્રીએ વહેલી સવારથી જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. પ્રથમ તબક્કામાં નીચાણવાળા વિસ્તારમાંથી ૧૨ લોકોને સુરક્ષિત આશ્રયસ્થાને ખસેડવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન તેમણે વિશેષ સંવેદનશીલતા દર્શાવીને ૧ સગર્ભા બહેન અને ૧ દિવ્યાંગ બહેનને અત્યંત કાળજીપૂર્વક સલામત સ્થળે આશ્રય આપ્યો હતો. ત્યારબાદ ગામના અન્ય નીચાણવાળા વિસ્તારોમાંથી વધુ ૩૦ લોકોને તેમના કિંમતી સામાન અને ઘરવખરી સાથે સુરક્ષિત સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન માત્ર વહીવટી આદેશો આપવાને બદલે, તલાટીશ્રી પી. કે. પરમારે પોતે જાતે ગ્રામજનોનો સામાન ઉપાડીને મદદ કરી હતી. હોદ્દો બાજુ પર મૂકીને તેમણે એક જવાબદાર નાગરિક તરીકે અનુકરણીય સેવા પૂરી પાડી હતી. સ્થાનિક તલાટીશ્રીની આ તત્પર અને સંવેદનશીલ કામગીરીના કારણે ગ્રામજનોએ ભારે રાહતનો અનુભવ કર્યો છે અને તેમના આ નિષ્ઠાવાન કાર્યની ચોમેર પ્રશંસા થઈ રહી છે. હેબતપુર ગામમાં વહીવટીતંત્ર દ્વારા હાલમાં પણ સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને રાહત-બચાવની કામગીરી નિરંતર ચાલુ છે

Exit mobile version