Site icon hindtv.in

ભાવનગરમા ઉત્કૃષ્ટ પરિણામો આવતા વીદ્યાર્થીઓનું હારતોરા સાથે સામૈયું

ભાવનગરમા ઉત્કૃષ્ટ પરિણામો આવતા વીદ્યાર્થીઓનું હારતોરા સાથે સામૈયું
Spread the love

ભાવનગરમા ઉત્કૃષ્ટ પરિણામો આવતા વીદ્યાર્થીઓનું હારતોરા સાથે સામૈયું
ટ્યુશન સંચાલકો દ્વારા વીદ્યાર્થીઓ નું હારતોરા સાથે સામૈયું કરવામાં આવ્યું

ભાવનગરમા ઉત્કૃષ્ટ પરિણામો આવતા ટ્યુશન સંચાલકો દ્વારા વીદ્યાર્થીઓનું હારતોરા સાથે સામૈયું કરવામાં આવ્યું

ભાવનગરના ઓપ્ટિમાં ગ્રુપ ટ્યુશનમાં અભ્યાસ કરતા બાળકો સતત 15 માં વર્ષે a-1 ગ્રેડ પરિણામો સાથે ઉત્તીર્ણ થતા શિક્ષકો પણ ઝૂમી ઉઠ્યા હતા. એક તરફ મસમોટી ફી અને તોતિંગ અન્ય ખર્ચાઓ તેમજ આધુનિક સુખસગવડતાઓ ધરાવતા શૈક્ષણિક હાટડાઓ ભાવનગર માં ધમધમી રહ્યા છે ત્યારે ભાવનગરના એક અંતરિયાળ વિસ્તારમાં આવેલ ઓપ્ટિમાં ગ્રુપ ટ્યુશન તોતિંગ ફી તેમજ ભૌતિક સુખસુવિધાઓ વગર છેલ્લા 15 વર્ષ થી નાના અને મધ્યમવર્ગના પરિવારોના બાળકો માટે આશા નું કિરણ બની રહ્યું છે.આ ટ્યુશન કલાસમાં અભ્યાસ કરતા બાળકો સતત 15 માં વર્ષે a-1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થતા શિક્ષકો અને ટ્યુશન સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓ નું હારતોરા કરી વિદ્યાર્થીઓને ડીજે ના સથવારે સામૈયું કરવામાં આવ્યુ હતું.બાળકોની સફળતાની આવી અનોખી ઉજવણી લોકોના આકર્ષણ નું કેન્દ્ર બની હતી.

Exit mobile version