ભાવનગર શહેરમાં સોનગઢ-પાલીતાણા રોડ પર મહાકાય અજગર જોવા મળતાં વાહનચાલકોમાં ફફડાટ
રાત્રિના બે વાગ્યાની આસપાસ હાઈવે પર જોવા મળ્યો વિશાળ અજગર
વાહન ચાલકે વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ
ભાવનગર શહેરમાં સોનગઢ-પાલીતાણા રોડ પર મહાકાય અજગર જોવા મળતાં વાહનચાલકોમાં ફફડાટ! રાત્રિના બે વાગ્યાની આસપાસ હાઈવે પર જોવા મળ્યો વિશાળ અજગર, વાહન ચાલકે વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ
ભાવનગર જિલ્લાના સિહોર સોનગઢ તાલુકાના સોનગઢથી પાલીતાણા તરફ જતા રોડ પર રાત્રિના સમયે મહાકાય અજગર જોવા મળતાં હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. મળતી માહિતી મુજબ, રાત્રિના આશરે બે વાગ્યાના સુમારે સોનગઢ તરફથી પાલીતાણા જતા વાહન ચાલકોને રસ્તા પર વિશાળ અજગર જોવા મળ્યો હતો. આ ઘટનાનો એક વાહન ચાલકે વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચા શરૂ થઈ છે. બીજી તરફ, સિહોર નોર્મલ રેન્જના વન વિસ્તાર હેઠળ આવતા માર્ગો પર વન્યજીવો જોવા મળતા હોવાની ચર્ચા વચ્ચે વાહન ચાલકોની સુરક્ષાને લઈને પણ સવાલો ઊભા થયા છે. હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોએ સાવચેતી રાખવી જરૂરી છે. રસ્તા પર વન્યજીવ જોવા મળે તો વાહન ધીમું ચલાવી તેને નુકસાન પહોંચાડ્યા વિના વન વિભાગને જાણ કરવી હિતાવહ છે

