Site icon hindtv.in

ભરૂચમાં મિત્ર જ મિત્રનો વેરી બન્યો.

ભરૂચમાં મિત્ર જ મિત્રનો વેરી બન્યો.
Spread the love

ભરૂચમાં મિત્ર જ મિત્રનો વેરી બન્યો.
અંકલેશ્વરના દઢાલ ગામે બાઈક માટે મિત્રએ જ કરી મિત્રની.
બાઈક પડાવી લેવાના ઈરાદે મિત્રએ જ લીધો જીવ.
આરોપી નિર્મલ નિષાદે પત્થરના ઘા મારી કરી હત્યા.

અંકલેશ્વર પાસે અમરાવતી નદીના બ્રિજ નીચે મળેલો ડી કમ્પોઝ મૃતદેહ પરેશ વસાવાનો હોવાનું બહાર આવ્યું હતુ. તપાસ દરમિયાન આસપાસના વિસ્તારોના 150થી વધારે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે હત્યાના આરોપી નિર્મલ રાજુ નિષાદ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.

ગુજરાતમાં વધુ એક હત્યાનો બનાવ ઉકેલાયો છે. થોડા દિવસ પહેલા દઢાલ ગામ નજીક અમરાવતી નદીના બ્રિજ નીચે એક ડી-કમ્પોઝ હાલતમાં બિનવારસી મૃતદેહ મળી આવ્યો હતો. શરૂઆતમાં મૃતદેહની ઓળખ થઈ શકી ન હતી, પરંતુ પોલીસે મૃતકના હાથ પરના છૂંદણા અને અન્ય પુરાવાઓના આધારે તેની ઓળખ પરેશ વસાવા તરીકે કરી હતી. ફોરેન્સિક રિપોર્ટમાં હત્યાની પુષ્ટિ થયા બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ હત્યા કેમ કરવામાં આવી હતી તે અંગે ભરૂચ પોલીસે ખુલાસો કર્યો છે. ભરૂચ, એસ.પી, અક્ષયરાજ મકવાણાએ આ અંગેની માહિતી આપતા જણાવ્યુ છે કે, તપાસ દરમિયાન આસપાસના વિસ્તારોના 150થી વધારે CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે હત્યાના આરોપી નિર્મલ રાજુ નિષાદ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આરોપીએ માત્ર મોટરસાયકલ હડપ કરવાની લાલચમાં પરેશ વસાવાની હત્યા કરી હતી. પોલીસે આરોપીની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

અમરાવતી નદીના બ્રિજ નીચે મળેલા બિનવારસી મૃતદેહનો ભેદ ઉકેલાયો છે. પરેશ વસાવા નામનો યુવક 17 જૂનના રોજ ગુમ થયો હતો. ત્યારબાદ 20મી જૂનના રોજ અંકલેશ્વરના દઢાલ ગામ નજીક અમરાવતી નદીના બ્રિજ નીચે એક ડી-કમ્પોઝ હાલતમાં બિનવારસી મૃતદેહ મળી આવ્યો હતો. શરૂઆતમાં મૃતદેહની ઓળખ થઈ શકી ન હતી, પરંતુ પોલીસે મૃતકના હાથ પરના છૂંદણા અને અન્ય પુરાવાઓના આધારે તેની ઓળખ પરેશ વસાવા તરીકે કરી હતી. ફોરેન્સિક રિપોર્ટમાં હત્યાની પુષ્ટિ થયા બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન એ પણ બહાર આવ્યું છે કે, આરોપી નિર્મલ રાજુ નિષાદ અગાઉ ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ અને મોબાઈલ ચોરી જેવા ગુનાઓમાં પણ સંડોવાયેલો છે. હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરી અન્ય કોઈ ગુનામાં સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ આગળ ધપાવી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version