બારડોલીમાં કિસાન પરિવર્તન પેનલે મોટો વળાંક લીધો
મુકેશ પટેલ સહિતના ડિરેક્ટર્સ સીધા ભાજપ કાર્યાલયે પહોંચ્યા
પ્રમુખ પદ માટે પક્ષ તરફથી મેન્ડેટ જાહેર થાય તેવી ચર્ચા
બારડોલીમાં સહકારમાં રાજકીય હસ્તક્ષેપનો વિરોધ કરી જીત મેળવનાર કિસાન પરિવર્તન પેનલ પણ ભાજપના શરણે
ચૂંટણી પ્રચાર દરમિયાન સહકાર ક્ષેત્રમાં રાજકીય હસ્તક્ષેપનો ખુલ્લેઆમ વિરોધ કરીને ખેડૂત સભાસદોના વિશ્વાસ સાથે જીત મેળવનાર કિસાન પરિવર્તન પેનલે મોટો વળાંક લીધો છે. જે મુદ્દાના આધારે મતદારો પાસેથી મત મેળવ્યા હતા, સત્તા મળતાં જ તેનો છેદ ઉડાડી દેવામાં આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. નવા ચૂંટાયેલા કેટલાક ડિરેક્ટરોએ આ નિર્ણયથી અંતર જાળવી રાખ્યું છે, જ્યારે પેનલના મુખ્ય કર્ણધાર ગણાતા મુકેશ પટેલ સહિતના ડિરેક્ટર્સ સીધા ભાજપ કાર્યાલયે પહોંચ્યા છે. આગામી સમયમાં પ્રમુખ પદ માટે પક્ષ તરફથી મેન્ડેટ જાહેર થાય તેવી પણ રાજકીય વર્તુળોમાં પ્રબળ ચર્ચા ચાલી રહી છે..

