Site icon hindtv.in

બનાસકાંઠામાં ઠાકોર સમાજના બંધારણને લઈ પડ્યા ફાંટા

બનાસકાંઠામાં ઠાકોર સમાજના બંધારણને લઈ પડ્યા ફાંટા
Spread the love

બનાસકાંઠામાં ઠાકોર સમાજના બંધારણને લઈ પડ્યા ફાંટા
ડીજે પણ વગાડ્યો, અને વરઘોડો પણ કાઢ્યો….
એક બાજુ બંધારણનુ ચુસ્ત પાલન અને બીજી બાજુ ઉલાળિયું

ડીસાના જાબડિયામાં કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે કર્યું સમાજના બંધારણનું ઉલ્લંઘન. પ્રતિબંધ હોવા છતા ડીજે સાથે કાઢ્યો વરઘોડો. સોશિયલ મીડિયામાં લોકોએ ઠાલવ્યો આક્રોશ. હવે ઠાકોર સમાજના બંધારણને લઈ પડ્યા ફાંટા.

બનાસકાંઠાના ડીસાના જાબડિયામાં ઠાકોર સમાજના બંધારણનું સરેઆમ ઉલ્લંઘન જોવા મળ્યું. એક ઠાકોર પરિવારે સમાજના બંધારણનું ઉલ્લંઘન કર્યું. કલાકાર ગબ્બર અને અર્જૂન ઠાકોરે સમાજના બંધારણનો અનાદર કરીને ડીજે પર પ્રતિબંધ છતાં ડીજે સાથે વરઘોડો કાઢ્યો હતો. ત્યારે હાલ સમાજના અગ્રણીઓ આ મુદ્દે નારાજ થયા છે, અને પરિવાર પર એક્શન લેવાના મૂડમાં આવી ગયા છે. તો બીજી તરફ, અર્જુન ઠાકોર તરફથી પણ પ્રતિક્રીયા આવી ગઈ છે. આમ હવે ઠાકોર સમાજના બંધારણને લઈ ફાંટા પડી જતા ગબ્બર અને અર્જુન ઠાકોર સમાજની સામે પડ્યા છે

ઠાકોર સમાજના બંધારણની બે બાજુઓ સામે આવી છે. એક બાજુ બંધારણનુ ચુસ્ત પાલન અને બીજી બાજુ ઉલાળિયું જોવા મળ્યું. એક તરફ મંત્રી સ્વરૂપજી નવા બંધારણનુ પાલન કર્યું, ત્યારે ડીસાના જાબડીયામા ઠાકોર પરિવારે બંધારણનો છેદ ઉડાડ્યો. ડીજે પર પ્રતિબંધ હોવા છતાં વરધોડું, ડીજેના તાલે નીકળ્યું અને કલાકારો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે બંધારણનો અનાદર કર્યો. ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર બંને કલાકાર છે અને તેમના પરિવારમાં પ્રસંગ હોવાથી તેવોએ ડીજે વગાડ્યું હતું અને ગીતો ગાઈને નાચીને ઠાકોર સમાજનું બંધારણ તોડ્યું હતું….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version