Site icon hindtv.in

અરવલ્લી શામળાજીમાં વૈશાખ સુદ પૂનમેં શામળિયાના દર્શને ભક્તોનું ઘોડાપૂર

અરવલ્લી શામળાજીમાં વૈશાખ સુદ પૂનમેં શામળિયાના દર્શને ભક્તોનું ઘોડાપૂર
Spread the love

અરવલ્લી શામળાજીમાં વૈશાખ સુદ પૂનમેં શામળિયાના દર્શને ભક્તોનું ઘોડાપૂર
વૈશાખ માસમાં લગ્નસરાની સીઝન હોવાથી દર્શને ભક્તોનું ઘોડાપૂર
નવદંપતિઓએ પણ ભગવાન શામળિયાના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી.

અરવલ્લી ખાતે વિશ્વપ્રસિદ્ધ અને પ્રાચીન યાત્રાધામ શામળાજી વિષ્ણુ મંદિર ખાતે તારીખ 1 મે ને શુક્રવાર વૈશાખ સુદ પૂનમે ભગવાન ગદાધરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, વૈશાખ સુદ પૂનમના પવિત્ર દિવસે ભગવાન શામળિયાના દર્શને ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું.

અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી વિષ્ણુ મંદિર ખાતે વૈશાખ સુદ પૂનમ, શુક્રવાર તા. 1 મે 2026 ના રોજ ઠાકોરજીના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે દર્શન અને આરતીનું વિશેષ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું. વૈશાખ સુદ પૂનમના પવિત્ર દિવસે ભગવાન શામળિયાના દર્શને ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. વૈશાખ માસમાં લગ્નસરાની સીઝન હોવાથી નવદંપતિઓએ પણ ભગવાન શામળિયાના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી છે ત્યારે બપોરે ૨:૧૫ કલાકે ઉત્થાપન બાદ મંદિર ફરી ખુલશે, જ્યાં ભક્તો સાંજે 7: કલાકે સંધ્યા આરતી અને રાત્રે 8:15 કલાકે શયન આરતીનો લાભ લઈ શકશે. રાત્રે 8:30 કલાકે મંદિર મંગલ (બંધ) થશે.

પૂનમના દિવસે ઠાકોરજીના દર્શન માટે મંદિર ના દ્વાર વહેલી સવારે 6: કલાકે ખુલશે અને6 :45 કલાકે મંગળા આરતી થશે. ત્યારબાદ સવારે 8:30કલાકે શણગાર આરતી કરવામાં આવશે અને ત્યારબાદ ઠાકોરજીનેરાજભોગ ધરાવવા માટે સવારે 11:30કલાકે મંદિરના દ્વાર બંધ થશે અને ત્યારબાદ 12:15કલાકે રાજભોગ આરતી બપોરે મંદિર બંધ થશે 12:30 ઉત્તથાપન મંદિર ખુલશે 2:15 સુધી મંદિર દર્શન માટે બંધ રહેશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version