Site icon hindtv.in

અમરેલીમાં શ્રમિકો અને ભાગિયા ખેડૂતોએ યોગ્ય વળતર અને સુરક્ષાની કરી માગ

અમરેલીમાં શ્રમિકો અને ભાગિયા ખેડૂતોએ યોગ્ય વળતર અને સુરક્ષાની કરી માગ
Spread the love

અમરેલીમાં શ્રમિકો અને ભાગિયા ખેડૂતોએ યોગ્ય વળતર અને સુરક્ષાની કરી માગ
કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિ બાદ ભાગિયા અને શ્રમિકોની સ્થિતિ કફોડી

અમરેલીમાં અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ જવાથી કફોડી હાલતમાં મુકાયેલા ભાગિયા ખેતમજૂરોએ પોતાની માંગણીઓ સાથે કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી યોજી હતી.

અમરેલીમાં અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ જવાથી કફોડી હાલતમાં મુકાયેલા ભાગિયા ખેતમજૂરોએ પોતાની માંગણીઓ સાથે કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી યોજી હતી. લગભગ 1000 જેટલા ભાગિયા મજદૂરો, સિનિયર સિટીઝન ખાતે ભેગા થઈને રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા.

ખેતમજૂરોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને મુખ્યત્વે છ મુદ્દાઓ પર માંગ કરી હતી, જેવા કે માવઠાથી થયેલી પાક નુકસાનીનું વળતર મળે, ભાગિયાઓની બંધુઆ મજૂરીમાંથી મુક્તિ મળે, ખેતરોમાં કામ કરતી મહિલા મજૂરોની સુરક્ષા સુનિશ્ચિત થાય અને ભાગિયા મજૂરોને થતા અન્યાયના વિરોધમાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. ખેતમજૂરોએ તેમની માંગણીઓ વહેલી તકે સ્વીકારાય અને તેમની સુરક્ષા તથા આર્થિક સ્થિતિ સુધરે તેવી વિનંતી કરી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version