Site icon hindtv.in

અમદાવાદમાં 9 વર્ષની બાળકી સાથે અડપલા કરનાર ઝડપાયો.

અમદાવાદમાં 9 વર્ષની બાળકી સાથે અડપલા કરનાર ઝડપાયો.
Spread the love

અમદાવાદમાં 9 વર્ષની બાળકી સાથે અડપલા કરનાર ઝડપાયો.
નિકોલ પોલીસે 65 વર્ષના આધેડ ભરત પરમારની કરી ધરપકડ.
ગણતરીના કલાકોમાં વૃદ્ધની ધરપકડ કરી

અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે, જેમાં દાદાની ઉંમરના એક 65 વર્ષીય વૃદ્ધે નવ વર્ષની માસૂમ બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા હતા. વિશ્વાસના સબંધને કલંકિત કરતી આ ઘટનામાં નિકોલ પોલીસે ગણતરીના કલાકોમાં વૃદ્ધની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

મળતી માહિતી અનુસાર ભોગ બનનાર બાળકીની માતા નિકોલ વિસ્તારની એક દુકાનમાં કામ કરે છે. આરોપી વૃદ્ધ પણ આ જ દુકાનમાં સાથે કામ કરતો હતો. પરિચિત હોવાને કારણે અને એક જ જગ્યાએ કામ કરતા હોવાને લીધે પરિવારનો તેના પર વિશ્વાસ હતો. જ્યારે માતા દુકાનદાર સાથે કામથી બહાર ગઈ હોવાથી બાળકી દુકાનમાં એકલી હતી, ત્યારે આરોપી વૃદ્ધે માસૂમની એકલતાનો લાભ ઉઠાવી તેણે બાળકી સાથે અડપલાં કર્યા હતા. જ્યારે દુકાનદારે મોબાઈલ ફોન દ્વાર સીસીટીવી ચેક કરતા આરોપી બાળકીને અડપલા કરી રહ્યો હતો. ત્યારબાદ દુકાનમાં કામ કરતા અન્ય લોકોને જાણ કરીને વૃદ્ધ પાસેથી બાળકીને છોડાવી લીધી હતી.

બાળકીની માતાએ તાત્કાલિક નિકોલ પોલીસ સ્ટેશનમાં નરાધમ વૃદ્ધ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલાની ગંભીરતાને સમજીને ત્વરિત તપાસ હાથ ધરી હતી. હાલ પોલીસે 65 વર્ષીય આરોપી વૃદ્ધની ધરપકડ કરી લીધી છે. મોબાઈલની સ્ક્રીન પર જે દ્રશ્યો દેખાયા તે જોઈને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. સાત વર્ષથી જેની સાથે કામ કરતા હતા, તે ભરત પરમાર માસૂમ બાળકી સાથે ગંદી હરકતો કરી રહ્યો હતો. માતાએ જરા પણ સમય ગુમાવ્યા વગર તાત્કાલિક દુકાનના અન્ય કર્મચારીને ફોન કર્યો અને બાળકીને બચાવી લીધી. માતા સીધી પોલીસ સ્ટેશન પહોંચી અને આ હવસખોર વૃદ્ધ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો અને નિકોલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version