Site icon hindtv.in

અમદાવાદમાં ફરી ગુંડાઓ બેફામ થતા 2 દિવસમાં 4 બબાલ

અમદાવાદમાં ફરી ગુંડાઓ બેફામ થતા 2 દિવસમાં 4 બબાલ
Spread the love

અમદાવાદમાં ફરી ગુંડાઓ બેફામ થતા 2 દિવસમાં 4 બબાલ
રખિયાલ, જુહાપુરા, ગોમતીપુર અને સાબરમતીમાં છરી- તલવાર વડે હુમલા,
પોલીસ નિષ્ક્રિય થતાં ગુનેગારો ફરી સક્રિય થયા
અજીત રેસિડેન્સીમાં બબાલ કરનારા આરોપીઓની કરી સરભરા કરી

અમદાવાદમાં ગુનાખોરીએ ફરીથી માથુ ઉચક્યુ હોય તેવુ લાગી રહ્યું છે. વસ્ત્રાલમાં હોળીની રાતે તોફાની તત્વોએ મચાવેલા આતંક બાદ અમદાવાદ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી અને ગુનેગારો પર કાયદાનો સંકજો કસ્યો હતો. પોલીસની લાલઆંખ બાદ પણ ગુનેગારો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. અને શહેરના વિવિધ વિસ્તારમાં તોફાની તત્વોએ તલવાર અને છરીઓ વડે આતંક મચાવતા ચકચાર મચી ગઈ છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા 2 દિવસમાં 4 મોટી બબાલની ઘટના સામે આવી છે. જેમાં રખિયાલ વિસ્તારમાં તલવારો સાથે ટોળું તૂટી પડયાના દ્રશ્ય સામે આવ્યા છે જ્યારે જુહાપુરામાં બે દિવસ પહેલા મંડલી ગેંગ અને બક્ષી ગેંગ વચ્ચે તલવારો ઉછળી હોવાની ઘટના બની હતી. આ ઘટના હજુ શાંત નહોતી થઈ ત્યાં મોડીરાતે ફરીથી તલવારો ઉછળી હતી. એક કા તીન કૌભાંડ તેમજ ફાયરીંગ જેવા અનેક કેસોમાં સંડોવાયેલા કૃખ્યાત આરોપીઓએ તેની ગેંગ સાથે મળીને બે લોકો પર તલવાર વડે હુમલો કર્યો હતો. શહેરના જુહાપુરા, ગોમતીપુર, સાબરમતી સહિતના વિસ્તારોમાં હુમલાની ઘટનાઓ બની છે.

રખિયાલમાં અજીત મિલ પાસે તલવારો સાથે લોકો જૂની અદાવતમાં આતક મચાવ્યો હતો. ફરિયાદ મુજબ આરોપી તેમજ ફરિયાદ કરનાર સુંદરમનગર બાપુનગરમાં બાજુ-બાજુમાં રહે છે અને જૂના ઝઘડા ચાલતા હોય ગઇકાલે (14 એપ્રિલ) રાત્રે કોઈ સામાજિક પ્રસંગે રખિયાલમાં ભેગા થયા હતા. જૂની અદાવત અંગે મનદુઃખ રાખી ફરિયાદીના ઘરે અજિત રેસીડેન્સી રખિયાલ ખાતે આરોપીઓ ફરિયાદીને માર મારવાના ઈરાદે હાથમાં તલવારો તેમજ છરા લઈને આવી પહોંચ્યા હતા. આ મામલે પોલીસે તમામ આરોપીઓને પકડી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં 1. અફવાત મ. અંજુમ સિદ્દીકી – 2. અસરફ અદાદતખાન પઠાણ – 3. અમ્મર મ.અંજુમ સિદ્દીકી – 4. મ. કાલિમ તોફીક સિદ્દીકી – 5. મ. અજીમ તોફીક સિદ્દીકી – 6. પઠાણ જાવેદ આલમ નિયાસ ખાન અને 7 મોં સગીર વયનો આરોપી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version