Site icon hindtv.in

સુરતમાં ડૉક્ટર્સ ડે નિમિત્તે વિશેષ કાર્યક્રમમાં

સુરતમાં ડૉક્ટર્સ ડે નિમિત્તે વિશેષ કાર્યક્રમમાં
Spread the love

સુરતમાં ડૉક્ટર્સ ડે નિમિત્તે વિશેષ કાર્યક્રમમાં
પી.પી. સવાણી ગ્રુપ દ્વારા આયોજિત વિશેષ કાર્યક્રમ
મોબાઇલ અને સોશિયલ મીડિયા એડિક્શન મુદ્દે ગંભીર ચિંતા

સુરતમાં ડૉક્ટર્સ ડે નિમિત્તે પી.પી. સવાણી ગ્રુપ દ્વારા આયોજિત વિશેષ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં વધી રહેલા મોબાઇલ અને સોશિયલ મીડિયા એડિક્શન મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી

પી. પી. સવાણી શાળા દ્વારા આયોજિત 1લી જુલાઈ નરોજ ડોક્ટર્સ ડે નિમિતે ડોક્ટર્સના સન્માન સમારંભમાં સુરત અને દક્ષિણગુજરાત ના 250 થી વધુ ડોક્ટર્સ અને 12 થી વધુ મેડિકલ એસોસિએશનના ડોક્ટર્સ એ સરકારશ્રીને 16 વર્ષ કે તેથી નાની ઉંમરના વિધાર્થીઓ મોબાઈલ નો ઉપયોગ પર કરી પ્રતિબંધ ની માંગ કરી. બાળકોમાં દિવસે ને દિવસે સોશિયલ મીડિયા ને લીધે વિકારો આવે છે અને વિકૃત વર્તન અને વિચારો થતા જાયછે. વિકસિત દેશોમાં જેમકે અમેરિકાના ફ્લોરિડા માં 14 વર્ષે કે તેથી નાના બાળકો માટે સોશિયલમીડિયા પર પ્રતિબંધ કરેલ છે. તો ભારત એ આજે પગલું ભરવાની તાત્લિક જરૂર છે. મોબાઈલના અતિશય ઉપયોગથી એકાગ્રતામાં ઘટાડો, માનસિક તણાવ, ડિપ્રેશન, ઊંઘમાં ખલેલ અને સામાજિક એકલતા જેવી સમસ્યાઓ વધી રહી છે. ડૉક્ટર્સે પી.પી. સવાણી રેસિડેન્શિયલ સ્કૂલમાં 3000 થી વધુ વિદ્યાર્થીઓને આપવામાં આવી રહેલા મોબાઇલ ફ્રી એજ્યુકેશન મોડેલની પ્રશંસા કરી અને સમગ્ર ગુજરાત તેમજ દેશમાં આ ઝુંબેશને વિસ્તૃત કરવા સંકલ્પ વ્યક્ત કર્યો.

ભારતમાં 24 લાખ બાળકોમાં NEET ની પરીક્ષામાં 6th નંબર પ્રાપ્ત કરી જેનિલ ભાયામી એ સાબિત કરી દીધું કે મોબાઈલ ન ઉપયોગ વગરજ એટલેકે દેશ ને સારા યુવાનો અને સમાજ મલીશકે છે. કાર્યક્રમ દરમિયાન શાળામાં ચાલતી સંસ્કાર, આધ્યાત્મિક વિકાસ અને સકારાત્મક ચિંતનની પ્રવૃત્તિઓની પણ સરાહના કરવામાં આવી.નારી શક્તિ, ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા અને પર્યાવરણ જાગૃતિ અંગે સંદેશ આપવામાં આવ્યો. સાથે જ “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ લેવાયો. કાર્યક્રમમાં શ્રી કરશનભાઈ ગોંડલિયા, સુરત એસપી શ્રી રાજેશભાઈ ગઢિયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ, ફાઉન્ડર શ્રી વલ્લભભાઈ સવાણી અને શ્રી મહેશભાઈ સવાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. તમામ મહેમાનોનું તુલસીના પવિત્ર છોડથી સન્માન કરવામાં આવ્યું.

Exit mobile version