માંડવી ખાતે ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિની અગત્યની બેઠક
સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદભાઈ ચૌધરી ના અધ્યક્ષ સ્થાને યોજાય
સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે તા. 25-02-2026, બુધવારે બપોરે 12 વાગ્યે આ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
બેઠકનું અધ્યક્ષસ્થાન જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદભાઈ ચૌધરીએ સંભાળ્યું હતું. આ પ્રસંગે પ્રદેશના જિલ્લા નિરીક્ષક સિદ્ધાર્થભાઈ દેસાઈ અને દિનેશભાઈ પટેલ તેમજ પૂર્વ જિલ્લા પ્રમુખ મનહરભાઈ પ્રેરક વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.બેઠકમાં AICC તથા પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારો, સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રીઓ, તેમજ જિલ્લાના તમામ તાલુકા અને નગર કોંગ્રેસ સમિતિના પ્રમુખો અને મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત મોટી સંખ્યામાં કાર્યકરો પણ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન સંગઠન મજબૂત બનાવવા, આવનારી રાજકીય પરિસ્થિતિ અને કાર્યક્રમોને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી..

