Site icon hindtv.in

સુરતમાં મોકડ્રીલને લઈ મહત્વપૂર્ણ બેઠક

સુરતમાં મોકડ્રીલને લઈ મહત્વપૂર્ણ બેઠક
Spread the love

સુરતમાં મોકડ્રીલને લઈ મહત્વપૂર્ણ બેઠક
કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ મહત્વની બેઠક
બેઠકમાં તમામ ધારાસભ્યો સહિતનાઓ હાજર રહ્યા
બેઠકમાં મોકડ્રીલ અંગે ચર્ચા કરવામાં આવી હતી

ભારત અને પાકિસ્તાન વચ્ચે ઉભી થયેલી તણાવની સ્થિતિ વચ્ચે જો યુદ્ધ થાય તો પ્રજાએ શુ કરવુ તે અંગે મોકડ્રીલનુ આયોજન કરાનાર છે. જે અંગે સુરતના સર્કિટ હાઉસ ખાતે સુરત કલેકટરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી જેમાં તમામ ધારાસભ્યો સહિતનાઓ હાજર રહ્યા હતાં. અને મોકડ્રીલ અંગે ચર્ચા કરી હતી.

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓ દ્વારા નિર્દોષ પ્રવાસીઓ પર કરેલા હુમલામાં 27 લોકો શહિદ થયા હતા અને ત્યારથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ ઉભી થઈ હતી. ત્યારે આ તણાવની સ્થિતિ વચ્ચે યુદ્ધ થાય તો લોકોએ શુ તકેદારીના પગલા લેવા તે અંગે તંત્ર દ્વારા મોકડ્રીલ સહિતનુ આયોજન કરાનાર છે. ત્યારે આજે 7મી મેના રોજ સુરત સહિતના જિલ્લાઓમાં મોકડ્રીલનુ આયોજન કરાનાર છે. જેમાં બપોરે ચાર વાગ્યે સાયરન વાગ્યા બાદ સાંજે સાડા સાતથી રાત્રે 8 વાગ્યા સુધી બ્લેક આઉટ કરવાશે. તો મોકડ્રીલ પહેલા જ રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘુસી આતંકીઓના અડ્ડાઓ નાશ કર્યા હોય સમગ્ર ભારતમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. ત્યારે મોકડ્રીલને લઈ સુરત કલેકટર ડોક્ટર સૌરભ પટેલની અધ્યક્ષતામાં સર્કીટ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં તમામ ધારાસભ્યો સંદીપ દેસાઈ, સંગીતા પાટીલ, ઈશ્વર પટેલ તથા સુરત ભાજપ પ્રમુખ પરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે તો આ બેઠકમાં ડીએસઓ શિવાની ગોયલ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ હાજર રહ્યા હતાં.

Exit mobile version