Site icon hindtv.in

સુરતમાં દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા મહત્વપૂર્ણ સિદ્ધિ

સુરતમાં દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા મહત્વપૂર્ણ સિદ્ધિ
Spread the love

સુરતમાં દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા મહત્વપૂર્ણ સિદ્ધિ
ભારતમાં ૮ રાજ્યોમાં ૧.૨ કરોડથી વધુ લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન
મહિલાઓ અને બાળકોના સશક્તિકરણ માટે કાર્યરત

સુરતમાં દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા એક મહત્વપૂર્ણ સિદ્ધિની ઉજવણી કરવામાં આવી છે. સંસ્થાએ ભારતમાં ૮ રાજ્યોમાં ૧.૨ કરોડથી વધુ લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું સીમાચિહ્ન હાંસલ કર્યું છે.

સુરત મેરિયોટ હોટલ ખાતે આયોજિત કાર્યક્રમમાં ફાઉન્ડેશનના અગ્રણીઓ અને ભાગીદારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આરોગ્ય, આજીવિકા અને માસિક ધર્મ સમાનતા ક્ષેત્રે કરવામાં આવેલા કામો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. પ્રમુખ મેઘા દેસાઈ અને અન્ય અધિકારીઓએ સંસ્થાની સફર અને ભવિષ્યના વિઝન અંગે માહિતી આપી હતી, તેમજ સહયોગ અને નવીનતા દ્વારા મોટા પાયે પ્રભાવ શક્ય બન્યો હોવાનું જણાવ્યું હતું. દેસાઈ ફાઉન્ડેશન છેલ્લા ૨૭ વર્ષથી ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ અને બાળકોના સશક્તિકરણ માટે કાર્યરત છે અને આગળ પણ આ મિશનને વધુ વિસ્તૃત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

Exit mobile version