વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણના બચતની અપિલની સુરત પાલિકામાં અમલવારી
સુરત મનપાએ પણ પેટ્રોલ ડીઝલની બચ કરવાનુ શરૂ કર્યુ
અધિકારીઓ હવે અલગ અલગ ગાડીઓને બદલે કાર શેરિંગ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈંધણના બચત અંગે કરેલી અપિલને લઈ સુરત મનપાએ પણ પેટ્રોલ ડીઝલની બચ કરવાનુ શરૂ કર્યુ છે અને અધિકારીઓ હવે અલગ અલગ ગાડીઓને બદલે કાર શેરિંગ કરશે તેમ જણાવ્યુ હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેટ્રોલ ડિઝલ સહિતના ઈંધણના બચતની અપીલ કરી હોય જેના પગલે સુરત મનપાએ પેટ્રોલ-ડીઝલની બચત માટે અમલવારી શરૂ કરી છે. સુરત મનપાના અધિકારીઓ હવે અલગ-અલગ ગાડીઓને બદલે કાર શેરિંગ કરશે જેમાં એક કારમાં 4 અધિકારીઓ મુસાફરી કરશે. સુરત શહેરના જાહેર પરિવહનને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે આગામી સમયમાં 600 જેટલી નવી ઈલેક્ટ્રિક બસો દોડાવવામાં આવશે. ડોર-ટુ-ડોર કચરો ઉઘરાવતી ગાડીઓમાં હવે ઈલેક્ટ્રિક વાહનોને પ્રથમ પસંદગી આપવામાં આવશે. તો શહેરના તમામ બીઆરટીએસ રૂટ પર ઈલેક્ટ્રિક વાહનો આધારિત પરિવહન વ્યવસ્થાને વેગ આપવાની તૈયારીઓ તેજ કરાઈ છે. આ નિર્ણયોને કારણે સુરત મનપાના ઈંધણ પાછળ થતા કરોડો રૂપિયાના ખર્ચમાં ઘટાડો થશે અને પર્યાવરણની જાળવણી થશે.

