સુરતના હીરા ઉદ્યોગ પર વૈશ્વિક પરિસ્થિતિની અસર
ગેસ સિલિન્ડરની અછતને કારણે રત્નકલાકારોમાં ચિંતા
રત્નકલાકારોએ પણ હિજરત કરવાની નોબત આવશે.
સુરતના હીરા ઉદ્યોગ પર વૈશ્વિક પરિસ્થિતિની અસર વચ્ચે નવી સમસ્યા ઊભી થઈ રહી છે. ગેસ સિલિન્ડરની અછતને કારણે રત્નકલાકારોમાં ચિંતા વધતા કલેકટરને રજુઆત કરાઈ હતી.
ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા કલેકટરને અપાયેલા આવેદન પત્રમાં જણાવ્યુ હતું કે હીરાઉદ્યોગમાં ઈરાન ઈઝરાયેલ અમેરિકાના યુદ્ધની ગંભીર અસર પડી છે જેનો સીધો ભોગ રત્નકલાકારો બની રહ્યા છે ત્યારે હાલ એક નવી સમસ્યા ના કારણે રત્નકલાકારો સુરત માંથી હિજરત કરે એવી પરિસ્થિતિ નુ નિર્માણ થઈ રહ્યું છે. ટેક્ષટાઇલ ઈન્ડસ્ટ્રીઝ માં કામદારોને ગેસ સિલિન્ડર નહીં મળવા ના કારણે મોટી સંખ્યામાં કામદારો હિજરત કરી રહ્યા ના સમાચારો મળી રહ્યા છે ત્યારે હીરાઉધોગના રત્નકલાકારોને પણ ગેસ સિલિન્ડર નહીં મળવાની ફરિયાદો ઉઠી રહી છે જો તેમને ગેસ સિલિન્ડર નહીં મળે તો રત્નકલાકારોએ પણ હિજરત કરવાની નોબત આવશે. જેથી સુરત જિલ્લા કલેક્ટરને ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા રજૂઆત કરાઈ હતી કે પરપ્રાંતીય રત્નકલાકારો તથા સૌરાષ્ટ્રમાંથી આવેલા ઘણા રત્નકલાકારોને અહીંનુ ગેસ કનેક્શન હોતુ નથી જેના કારણે તેઓ કાળા બજારનો ભોગના બને તેના માટે અન્ય ડોક્યુમેન્ટને આધારે તેમને ગેસ સિલિન્ડર મળી રહે એવી વ્યવસ્થા કરવા રજૂઆત કરાઈ હતી.
હીરાઉદ્યોગના રત્નકલાકારોની અમને એવી ફરિયાદો મળી રહી કે ગેસ સિલિન્ડરનુ બુકિંગ નથી થતુ, બુકિંગ કર્યા પછી ગેસ સિલિન્ડર સમયસર નથી મળતુ, જેવી અનેક ફરિયાદો મળી રહી છે ત્યારે રત્નકલાકારો ને સમયસર ગેસ સિલિન્ડર મળી રહે એવી વ્યવસ્થા ત્વરિત કરવા મા આવે એવી રજૂઆત કરવા મા આવી છે નહિતર કાપડ ઉધોગની જેમ હીરાઉધોગમાં કામદારો હિજરત કરશે એવી શક્યતા વ્યક્ત કરી હતી.

