Site icon hindtv.in

સુરતના વરાછામાં ભાજપનો ચૂંટણી પ્રચારમાં ગેરકાયદે ડોમ મુદ્દો

સુરતના વરાછામાં ભાજપનો ચૂંટણી પ્રચારમાં ગેરકાયદે ડોમ મુદ્દો
Spread the love

સુરતના વરાછામાં ભાજપનો ચૂંટણી પ્રચારમાં ગેરકાયદે ડોમ મુદ્દો
મનસુખ માંડવીયાની સભા બાદ ભાજપના ઉમેદવારોને લોકોએ ઘેર્યા
ગેરકાયદે ડોમ મુદ્દે સ્થાનિકોએ કેસરી લોહીનો હવાલો આપી કર્યો વિરોધ

સુરતના મોટા વરાછામાં મનસુખ માંડવીયાની સભા બાદ ભાજપના ઉમેદવારોને લોકોએ ઘેર્યા. ગેરકાયદે ડોમ મુદ્દે સ્થાનિકોએ કેસરી લોહીનો હવાલો આપી કર્યો વિરોધ

ચૂંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે સુરતના મોટા વરાછા વિસ્તારમાં ભાજપના નેતાઓ માટે ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ હતી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની સભા પૂર્ણ થયા બાદ, સ્થાનિક લોકોએ ભાજપના ઉમેદવારો અને નેતાઓને ઘેરી લીધા હતા. વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા સમર્થકોએ જ પોતાની વેદના ઠાલવતા નેતાઓ પર સવાલોનો મારો ચલાવ્યો હતો. મોટા વરાછા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પતરાના ગેરકાયદેસર ડોમની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ ડોમ ભાજપના જ કાર્યકર્તાઓ દ્વારા બનાવવામાં આવ્યા છે અને તેના કારણે સામાન્ય જનતા પરેશાન થઈ રહી છે. લોકોએ આક્રોશ સાથે કહ્યું કે, “અમારી નસોમાં લાલના બદલે કેસરી લોહી વહે છે, અમે વર્ષોથી ભાજપને વરેલા છીએ, છતાં અમારા જ વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કેમ નથી થતા ?

જ્યારે લોકોએ નેતાઓને પતરાના ડોમ દૂર કરવા બાબતે સ્પષ્ટ કામગીરી કરવા માંગ કરી, ત્યારે સ્થિતિ ગરમાઈ હતી. લોકોના તીખા સવાલો સાંભળીને ઉમેદવારો અને અન્ય નેતાઓ કોઈ પણ સંતોષકારક જવાબ આપવાને બદલે હસતા હસતા ત્યાંથી નીકળી ગયા હતા. નેતાઓના આ પ્રકારના વલણથી સ્થાનિકોમાં વધુ રોષ જોવા મળ્યો હતો…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version