Site icon hindtv.in

ભાવનગરના વલ્લભીપુર તાલુકામાં ગાંજાની ગેરકાયદે ખેતીનો પર્દાફાશ

ભાવનગરના વલ્લભીપુર તાલુકામાં ગાંજાની ગેરકાયદે ખેતીનો પર્દાફાશ
Spread the love

ભાવનગરના વલ્લભીપુર તાલુકામાં ગાંજાની ગેરકાયદે ખેતીનો પર્દાફાશ
પાટણા (ભાલ) ગામના ઉજળવાવ ટીંબો વિસ્તારમાં એસઓજીનો દરોડો
ગાંજાની ગેરકાયદે ખેતી સામે એસઓજીની કાર્યવાહી
દરોડા બાદ ગાંજાની ખેતી મામલે વધુ તપાસ હાથ ધરાઈ

ભાવનગરના વલ્લભીપુર તાલુકામાં ગાંજાની ગેરકાયદે ખેતીનો પર્દાફાશ થયો છે પાટણા (ભાલ) ગામના ઉજળવાવ ટીંબો વિસ્તારમાં એસઓજીએ દરોડો પાડ્યો હતો

પોલીસે રણછોડભાઈ આલગોતરના રહેણાંક પરિસરમાં તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન ઘરના ફળિયા અને પાછળના વાડામાંથી ગાંજાના છોડ મળી આવ્યા હતા પોલીસે ગાંજાના કુલ 128 લીલા છોડ કબજે કર્યા છે આ છોડનું કુલ વજન 59,820 કિલોગ્રામ નોંધાયું છે જપ્ત કરાયેલા ગાંજાના છોડની કિંમત રૂપિયા 29.91 લાખ આંકવામાં આવી છે પોલીસે આરોપી રણછોડભાઈ આલગોતરને ઝડપી પાડ્યો છે આ મામલે વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે રાજ્ય સરકારના ‘નશા મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી છે ગાંજાનું વાવેતર કેટલા સમયથી થતું હતું અને તેનો સપ્લાય ક્યાં કરવાનો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version