Site icon hindtv.in

મચ્છરોના ત્રાસથી પરેશાન છો તો આજે જ ઘરમાં લગાવો આ 5 છોડ,

Spread the love

ઉનાળાની ઋતુ નજીક આવતા જ મચ્છરોનો આતંક વધતો જાય છે. ત્યારે આ છોડ લગાવવાથી એક પણ મચ્છર તમારી આસપાસ નહીં ભટકે અને મચ્છરોને આવતા અટકાવશે સાથે તમારા ઘરની સુંદરતા પણ વધારશે.
કોઇલ, મચ્છર લાઇટ અને બજારની અન્ય પ્રોડક્ટ્સના ઉપયોગથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.


1, લેમનગ્રાસ છોડની એસિડિક સ્મેલ ખૂબ જ સારી હોય છે પરંતુ મચ્છરોને આ સ્મેલ બિલકુલ પસંદ નથી. આ કારણે તેઓ છોડની આસપાસ ભટકતા નથી.
2, ફુદીનો ખાવાથી લઈને ત્વચા ઉપર લગાવવા સુધીના અનેક ફાયદા છે પરંતુ તે મચ્છરો માટે દવાથી ઓછું નથી. એક અભ્યાસમાં ફુદીનાનું તેલ અથવા ફુદીનાનો અર્ક અન્ય કોઈપણ જંતુનાશકો જેટલો અસરકારક હોવાનું જણાયું છે.
3, રોઝમેરીને નેચરલ મોસ્કીટો રિપેલેન્ટ માનવામાં આવે છે. તેના વાદળી ફૂલો ખૂબ જ સુંદર લાગે છે પરંતુ મચ્છરોને લાકડા જેવી સુગંધ બિલકુલ પસંદ નથી.
4, લવંડરનો છોડ ખૂબ જ સુંદર લાગે છે. તેની સુગંધ ઘણી સારી હોય છે, પરંતુ મચ્છરોને આ સુગંધ બિલકુલ પસંદ નથી અને મચ્છર આ સુગંધથી દૂર રહે છે.
5, મચ્છરોથી બચવા માટે તમે સિટ્રોનેલાનો છોડ વાવી શકો છો. આ છોડનો ઉપયોગ મોસ્કીટો રિપેલેન્ટ ક્રીમ બનાવવામાં પણ કરવામાં આવે છે.

Exit mobile version