સુરત મનપા દ્વારા આઈસ્ક્રીમ અને ઘીના સેમ્પલો ફેલ
દુકાનોથી લીધેલા સેમ્પલો ફેલ આવતા તમામ સામે કાર્યવાહી
સંસ્થાઓ વિરૂદ્ધ ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કાર્યવાહી
સુરત મનપા દ્વારા આઈસ્ક્રીમ અને ઘીના વિવિધ દુકાનોથી લીધેલા સેમ્પલો ફેલ આવતા તમામ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે.
સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં અખાદ્ય વસ્તુઓનુ વેચાણ ન થાય તે માટે વારંવાર તપાસ કરાઈ છે. ત્યારે સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા આઈસ્ક્રીમ અને ઘીના વિવિધ દુકાનો પરથી લીધેલા સેમ્પલો તપાસમાં સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા હતા જેને લઈ તમામના નમુના ફેલ આવતા આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી. કતારગામ અને ઉધના વિસ્તારની આઈસ્ક્રીમની દુકાનોના સેમ્પલો ફેલ આવતા તમામ સંસ્થાઓ વિરૂદ્ધ ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ હતી

