સુરતમાં આતંક મચાવનાર હુસેન ટલ્લી ઝડપાયો
યુવકને જાહેરમાં ચપ્પુ મારનાર ગેંગનો સરદાર લંગડાતો ચાલ્યો
રિકન્સ્ટ્રક્શન સમયે પોલીસને કહ્યું- સાહેબ ચલાતું નથી
સુરતની મહિધરપુરા પોલીસે કોર્ટમાં શરણાગીતિ સ્વીકારનાર માથાભારે હુસેન ટલ્લીનું વરઘોડો કાઢ્યો હતો અને તેણે જ્યાં આતંક મચાવ્યો હતો ત્યાં લઈ ગઈ હતી.
સુરતમાં માથાભારે આરોપીઓનો આતંક વારંવાર સામે આવે છે ત્યારે મહિધરપુરા પોલીસ મથકની હદમાં ભાગળના બુંદેલાવાડમાં રસ્તો રોકી દાદાગીરી કરી એક ઈસમ પર સાગરીતો સાથે મળી ચપ્પુ મારનાર માથાભારે હુસેન ટલ્લીએ પોલીસનો ડર લાગતા કોર્ટમાં શરણાગતિ સ્વીકારી હતી. જેથી કોર્ટે આરોપીનો કબ્જો મહિધરપુરા પોલીસને સોંપતા મહિધરપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી તેણે જ્યાં આતંક મચાવ્યો હતો ત્યાં લઈ જઈ તેનો વરઘોડો કાઠ્યો હતો. જેને લઈ અસામાજિક તત્વોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો

