સુરતથી વતન જનારાઓનો ઉધના રેલ્વે સ્ટેશન પર ભારે ધસારો
રાતથી જ મુસાફરો સ્ટેશને લાંબી કતારોમાં ઉભા રહ્યા
સાડા દસ હજારથી વધુ લોકો બિહાર અને યુપી રવાના
સુરતથી વતન જનારાઓનો ઉધના રેલ્વે સ્ટેશન પર ભારે ધસારો જોવા મળ્યો હતો. રાતથી જ મુસાફરો સ્ટેશને લાંબી કતારોમાં જોવા મળતા તંત્ર દ્વારા મુસાફરોને પરત ફરવા અપીલ કરાઈ હતી.
સુરતના ઉધના રેલ્વે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી હતી. રાતથી જ મુસાફરો દ્વારા લાંબી લાઈન લગાવાઈ છે. ટ્રેનોની સંખ્યા ઓછી હોવાથી પરત ફરવા માટે રેલવે પોલીસ દ્વારા મુસાફરોને અપીલ કરાઈ હોવા છતાં રેલવે મુસાફરો ટસથી મસ થતા નથી. હાલમાં ઉનાળુ વેકેશન પડતા રજાઓમાં પરપ્રાંતિયો વતન જવા માટે રેલ્વે સ્ટેશન પર ઉમટી પડ્યા હોય જેઓ માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો છે. અને ત્રણ ચાર ટ્રેનોમાં અત્યાર સુધી સાડા દસ હજારથી વધુ લોકો બિહાર અને યુપી રવાના થયા હોવાનું જણાવાયુ હતું.

