Site icon hindtv.in

સુરત મહાનગરપાલિકાની કચેરીમાં ભારે અફરાતફરી

સુરત મહાનગરપાલિકાની કચેરીમાં ભારે અફરાતફરી
Spread the love

સુરત મહાનગરપાલિકાની કચેરીમાં ભારે અફરાતફરી
સણિયા હેમદ અને કતારગામમાં ગેરકાયદે કોમર્શિયલ બાંધકામોનો આક્ષેપ
રજૂઆત કરવા આવેલા અરજદારે મનપા કચેરીના પ્રથમ માળેથી કૂદકો મારવાનો પ્રયાસ કર્યો

સુરત મહાનગર પાલિકાની કચેરીમાં ભારે અફરા તફરી મચી હતી. કારણ કે સણિયા હેમદ અને કતારગામ વિસ્તારમાં રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદે કોમર્શિયલ બાંધકામો ઊભાં કરાયાં હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરવા આવેલા અરજદારે મનપા કચેરીના પહેલા માળેથી કૂદકો મારવાનો પ્રયાસ કરતા અફરા તફરી મચી ગઈ હતી.

સુરત મહાનગર પાલિકા કચેરીએ પહોંચેલા અરજદારે આક્ષેપ કરતા કહ્યુ હતુ કે રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે કોમર્શિયલ બાંધકામો સામે છેલ્લા ચાર વર્ષથી મનપા તંત્ર સમક્ષ રજૂઆતો કરાઈ રહી છે. તેમ છતાં કોઈ નક્કર ઉકેલ નહીં આવતો નથી. એટલું જ નહીં, ડિમોલિશનના આદેશો હોવા છતાં બાંધકામો સામે કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના આક્ષેપો પણ કરાયા હતાં. અરજદારે વધુમાં આક્ષેપ કરતા કહ્યુ હતુ કે મનપા કચેરીમાં અધિકારીઓ એકબીજા પાસે દોડાવતા હોવા છતાં યોગ્ય જવાબ મળતો નથી. વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ નહીં આવતાં અરજદાર ભારે રોષે ભરાયો હતો. આ દરમિયાન તેણે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, અમારું કામ થતું ન હોય તો અમારે નીચે પડીને મરી જવું? તેમ કહી પહેલા માળેથી કુદકો મારવાનો પ્રયાસ કરતા હાજર સ્ટાફ અને સિક્યુરીટીએ બચાવી લીધો હતો. આ સમગ્ર મામલે સણિયા હેમદ કતારગામ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો સામે મનપા તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા હતાં. તો અરજદારે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાને પણ આ મામલે ધ્યાન આપવા અપીલ કરી હતી. હવે મનપા તંત્ર દ્વારા આ ફરિયાદ અંગે શું કાર્યવાહી કરવામાં આવે છે, તેના પર સૌની નજર છે.

Exit mobile version