સુરતમાં નાસીરનગર ડિમોલિશન મામલે આવાસ ડ્રો
અસરગ્રસ્તો માટે મનપા દ્વારા આવાસ ડ્રોની જાહેરાત
અસરગ્રસ્તોનો આવાસ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી વિરોધ
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મામલે આજે અસરગ્રસ્તો માટે મનપા દ્વારા આવાસ ડ્રોની જાહેરાત કરવામાં આવી હતી. જોકે અસરગ્રસ્તોએ આવાસ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી વિરોધ નોંધાવ્યો હતો.
સુરત મહાનગર પાલિકા કચેરી ખાતે અસરગ્રસ્તો સાથે ચર્ચા દરમિયાન આવાસ લેવાની ના પાડી હતી. અસરગ્રસ્તોએ જહાંગીરપુરા વિસ્તારમાં જ આવાસ ફાળવવાની માંગ કરી છે. ભેસ્તાન અને એલ.પી. સવાણી રોડ પર આવાસ આપવામાં આવી રહ્યા હોવાના કારણે પણ અસરગ્રસ્તોમાં નારાજગી જોવા મળી હતી. અસરગ્રસ્તોએ આક્ષેપ કર્યો છે કે તેમને જર્જરિત બિલ્ડિંગમાં મકાન ફાળવવામાં આવી રહ્યા છે. યોગ્ય સ્થળે અને સારી સ્થિતિના આવાસની માંગ સાથે અસરગ્રસ્તોએ મનપાના નિર્ણયનો વિરોધ કર્યો છે.

