Site icon hindtv.in

વાવ–થરાદ જિલ્લાના જસરા ગામમાં અશ્વમેળો

વાવ–થરાદ જિલ્લાના જસરા ગામમાં અશ્વમેળો
Spread the love

વાવ–થરાદ જિલ્લાના જસરા ગામમાં અશ્વમેળો
દૂર દૂરથી પશુપાલકો અને અશ્વપ્રેમીઓ ઉમટી પડ્યા
ભવ્ય મેળામાં 800થી વધુ અશ્વો સહિત વિવિધ જાતિના પશુઓ

વાવ–થરાદ જિલ્લાના જસરા ગામમાં દેશનો સૌથી મોટો અને ઐતિહાસિક અશ્વમેળો ભવ્ય રીતે યોજાઈ રહ્યો છે. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે 15મો અશ્વમેળો યોજાયો છે, જેમાં દૂર દૂરથી પશુપાલકો અને અશ્વપ્રેમીઓ ઉમટી પડ્યા છે આ ભવ્ય મેળામાં 800થી વધુ અશ્વો સહિત વિવિધ જાતિના પશુઓ ભાગ લઈ રહ્યા છે.

આજે મેળાનો ત્રીજો દિવસ છે અને સમગ્ર મેદાનમાં ઉત્સાનો માહોલ જોવા મળી રહ્યો છે. મહાશિવરાત્રીના પવિત્ર દિવસે આ અશ્વમેળાનો સમાપન કરવામાં આવશે. અશ્વોની દોડ, તેમની ચાલ અને સુંદરતાની હરીફાઈઓ લોકો માટે મુખ્ય આકર્ષણ બની છે. સાથે સાથે ઊંટ અને ગાયોની સુંદરતા તથા તાકાતની વિવિધ સ્પર્ધાઓ પણ યોજાઈ રહી છે. દરેક કેટેગરીમાં પ્રથમ નંબરે આવનાર અશ્વ અને પશુઓના માલિકોને ઇનામની ભેટ અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવસે આ વર્ષે મેળાનું વિશેષ આકર્ષણ રહ્યું ‘મેરાયું નૃત્ય’, જે દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. લોકકલાના તાલે કલાકારોએ પ્રદર્શન કરી સમગ્ર મેદાનમાં રંગત જમાવી દીધી છે. સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે મેળાને વધુ જીવંત બનાવવામાં આવ્યો છે…

Exit mobile version