Site icon hindtv.in

ગણદેવીના અનાવિલ વાડી ખાતે તેજસ્વી તારલાઓના સન્માન

Spread the love

ગણદેવીના અનાવિલ વાડી ખાતે તેજસ્વી તારલાઓના સન્માન
67 વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટીફિકેટ આપીને સન્માનિત કર્યા

ગણદેવી તાલુકાના મંડળ દ્વારા અનાવિલ વાડી ખાતે તેજસ્વી તારલાઓના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગણદેવી તાલુકાના મંડળ દ્વારા અનાવિલ વાડી ખાતે યોજાયેલા તેજસ્વી તારલાઓના સમારંભમાં ધોરણ 10 થી લઈને ડોક્ટરેટ સુધી અભ્યાસમાં જલવંત સફળતા મેળવનાર કુલ 67 વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટીફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે ઉત્સાહ વધારવાનો અને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા આપવાનો રહ્યો હતો. આ કાર્યક્રમમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના નિવૃત્ત આચાર્ય રાજેન્દ્રભાઈ નાયક ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ ગણદેવી તાલુકાના મંડળના આગેવાનો હાજર રહ્યા હતા.

Exit mobile version