માંડવી ભાજપ કાર્યાલયે રોહિતભાઈ પટેલનું સન્માન
સુરત જિલ્લા ભાજપ મહામંત્રી બનતા રોહિતભાઈ પટેલનું ભવ્ય સ્વાગત
માંડવી ભાજપ કાર્યાલય ખાતે રોહિતભાઈ પટેલ ને સુરત જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે નિમણૂક થતા તેમનું સન્માન કરવામાં આવ્યું.
ગુજરાત પ્રદેશ ભાજપ ના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ પટેલ દ્વારા નવ નિયુક્ત કરવામાં આવેલ સુરત જિલ્લા ભાજપ મહામંત્રી રોહિતભાઈ પટેલને પ્રિતેશભાઈ રાવળ માંડવી નગર ભાજપ પ્રમુખ દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા તેમજ ઉપસ્થિત તમામ હોદ્દેદાર કાર્યકરો દ્વારા સન્માનિત અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમજ આજરોજ નવનિયુક્ત થયેલ નાગરિક બેંકના ચેરમેન જતીનભાઈ શાહ જતીન વાઇસ ચેરમેન સ્નેહલભાઈ મોઢેરા એમડી વિજયભાઈ પાઠક પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને સૌએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશભાઈ પારેખ, નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ રાવળ, શાલીનભાઈ શાહ, વિજયભાઈ પટેલ, માંડવી નગર સંગઠન હોદ્દેદારો પાલિકાના હોદ્દેદારો નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરશ્રીઓ તથા કાર્યકર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

