Site icon hindtv.in

સુરતમાં ગ્રીનસિટી ખાતે સન્માન સમારોહ યોજાયો.

સુરતમાં ગ્રીનસિટી ખાતે સન્માન સમારોહ યોજાયો.
Spread the love

સુરતમાં ગ્રીનસિટી ખાતે સન્માન સમારોહ યોજાયો.
પ્રમોશન મળતા સન્માન સમારોહનું આયોજન કરાયું
સમારોહમાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો જોડાયા હતા

પોલીસ ખાતામાં ફરજ બજાવતા દીપકભાઈને પ્રમોશન મળતા શ્રીનિવાર ગ્રીનસિટી ખાતે સન્માન સમારોહ યોજાયો.

સુરતના કડોદરા GIDC પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ મહાલેની આસી. સબ ઇન્સ્પેકટર તરીકે પ્રમોશન થતા તેમના સન્માન કરવાનો કાર્યક્રમ કડોદરા શ્રીનિવાસ ગ્રીન સિટી ખાતે કરવામાં આવ્યું હતું. જેનું આયોજન માતોશ્રી રમાબાઈ આંબેડકર સમાજ મંડળ શ્રીનિવાસ કડોદરા, અને સહાયોજક ડૉ બાબાસાહેબ આંબેડકર સ્મારક સમિતિ કડોદરા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કડોદરા તેમજ આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા મહારાષ્ટ્રીયન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને તેમને ડીજે ના તાલે નાચતા ગાતા જાહેર અભિવાદન કરતા સનરૂફ કારમાં રેલી કાઢી આતશબાજી કરતા સન્માન સ્થળે પહોંચી હતી. જ્યાં હાજર મહાનુભાવો અને સમાજના આગેવાનો દ્વારા દીપકભાઈ અને તેમના પરિવારનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આવું જાહેરમાં સન્માન કરતા દીપકભાઈ અને તેમની પરિવાર ગદગદિત થઈ ગયો હતો અને આંખો હર્ષના આંસુઓથી છલકાઈ ગઈ હતી.

Exit mobile version