Site icon hindtv.in

સુરત શહેરમાં હનીટ્રેપ ગેંગ સક્રિય

સુરત શહેરમાં હનીટ્રેપ ગેંગ સક્રિય
Spread the love

સુરત શહેરમાં હનીટ્રેપ ગેંગ સક્રિય
સરથાણા પોલીસે બે આરોપી ઝડપી પાડ્યા

સુરતની સરથાણા પોલીસે બે યુવાનોને હનીટ્રેપમાં ફસાવી તેઓ પાસેથી રૂપિયા પડાવનાર મહિલા સહિત બે ને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા છે.

સુરતની સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પિપોદરા ખાતે એકાઉન્ટન્ટની નોકરી કરતા 25 વર્ષીય યુવક પર અજાણ્યા નંબરથી વોટસએપ પર મેસેજ આવ્યો હતો. પછી યુવકે મેસેજ કરતા યુવતીએ પોતાનું નામ શિતલ આપ્યું હતું. યુવક જોડે યુવતીએ મિત્રતા કરી વોટસએપ પર વાતચીત કરતા હતા. યુવતીએ અલકાપુરી ખાતે તેના ઘરે યુવકને બોલાવ્યો હતો. જો કે ઘર બરાબર ન લાગતા યુવક ગયો ન હતો. પછી 5મી તારીખે શિતલે તેને ઉંભેળ ફરવા જવાની વાત કરી હતી. આથી યુવક તેને લેવા માટે કામરેજ હાઇવે પર બાઇક ગયો હતો. જ્યાંથી શિતલને બાઇક બેસાડીને ઉભેડ જતા હતા તેવામાં રસ્તામાં એક ફોર વ્હીલ ગાડીના ચાલકે તેઓને અટકાવ્યા હતા. એક શખ્સે યુવકને તમાચો ઠોકી દીધો કારમાં બેસાડી દીધો હતો. પછી તેને કહ્યું કે તે મારી પત્ની સાથે બળાત્કાર કરેલ છે, તારા પર બળાત્કારનો ગુનો દાખલ કરાવવો છે. તેમ કહી ધમકાવ્યો હતો. અને ચાલ પોલીસ સ્ટેશન તારા ઉપર બળાત્કારનો ગુનો દાખલ કરાવવો છે એમ કહી યુવકને ડરાવી 2 લાખની માંગણી કરી હનીટ્રેપમાં ફસાવી 17 હજારની રકમ પડાવી હતી. આ બાબતે 25 વર્ષીય એકાઉન્ટીંગનું કામકાજ કરતા યુવકે સરથાણા પોલીસમાં ફરિયાદ આપતા સરથાણા પોલીસે તપાસ હાથધરી મહિલા સહિત બન્નેઆરોપીઓને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

Exit mobile version