Site icon hindtv.in

નર્મદા ઉત્તરવાહીની પરિક્રમામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જોડાયા

નર્મદા ઉત્તરવાહીની પરિક્રમામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જોડાયા
Spread the love

નર્મદા ઉત્તરવાહીની પરિક્રમામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જોડાયા
હર્ષ સંઘવીએ જિલ્લાના ભાજપના કાર્યકરો સાથે પરિક્રમાનો લાભ લીધો
નર્મદાની 14 કિમીની પરિક્રમા પૂર્ણ કરી
પરિક્રમાવાસીઓને તકલીફ પડી હોય તો હું માફી માગું છું

નર્મદા ઉતરવાહીની પરિક્રમા છેલ્લા પડાવમાં પહોંચી ચૂકી છે. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નર્મદા જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ સાથે નર્મદા પરિક્રમા કરી હતી.

નર્મદા ઉતરવાહીની પરિક્રમા કરવા ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રામપુરા ખાતે રણછોડજીના દર્શન કરીને પરિક્રમાની શરૂઆત કરી હતી. પરિક્રમા દરમ્યાન આવતા ભંડારાની પણ મુલાકાત કરી હતી. ભંડારામાં ચાલતા ભજનમાં ગૃહમંત્રી પણ લિન થયા હતા. મોડી રાત્રે નર્મદા પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી. તેમજ તેમણે કહ્યું હતું કે, પરિક્રમાવાસીઓને જો કોઈ તકલીફ પડી હોય તો હું માફી માંગુ છું.આવતા વર્ષે વધુ સારી સુવિધાઓ કરીશું. આ 14 કિલોમીટરની પરિક્રમામાં મોટી સંખ્યામાં ભક્તો ઊમટી રહ્યા છે. માં નર્મદા સૌના દુઃખ દૂર કરનારી છે. તેમણે સ્થાનિક લોકોની સેવાભાવની પ્રશંસા કરી હતી. મંત્રીએ મુખ્યમંત્રી સાથે વાત કરી વ્યવસ્થા વધુ સુદૃઢ કરવાની ખાતરી આપી હતી.

નર્મદા પરિક્રમા 29 માર્ચથી શરૂ થઈને 27 એપ્રિલ સુધી ચાલશે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ પવિત્ર યાત્રામાં જોડાઈ રહ્યા છે. નાંદોદ તાલુકાના રામપુરાઘાટથી રણછોડરાયના મંદિર અને તિલકવાડાથી શરૂ થતી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા પંચકોશી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે અત્યાર સુધીમાં 7 લાખ જેટલા ભક્તોએ નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમમા કરી છે. ખાસ કરીને શનિ-રવિમાં સૌથી વધુ ભક્તો આ પરિક્રમમાં જોડાય છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version