Site icon hindtv.in

સુરતના ઈસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથજીની પવિત્ર સ્નાનયાત્રા

સુરતના ઈસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથજીની પવિત્ર સ્નાનયાત્રા
Spread the love

સુરતના ઈસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથજીની પવિત્ર સ્નાનયાત્રા
પવિત્ર સ્નાનયાત્રા ભક્તિભાવ અને વૈદિક વિધિ સાથે ઉજવાઈ
મહાસ્નાન બાદ ભગવાન 15 દિવસ સુધી અનવસરમાં રહેશે

સુરતના ઈસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથજીની પવિત્ર સ્નાનયાત્રા ભક્તિભાવ અને વૈદિક વિધિ સાથે ઉજવાઈ હતી. તો હવે મહાસ્નાન બાદ ભગવાન 15 દિવસ સુધી અનવસરમાં રહેશે અને રથયાત્રાના દિવસે ફરી ભક્તોને દર્શન આપશે.

સુરતના ઈસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીની પવિત્ર સ્નાનયાત્રા ભક્તિભાવ સાથે ઉજવાઈ. મહાસ્નાન બાદ પરંપરા મુજબ ભગવાન અનવસર કાળમાં પ્રવેશ કરે છે, જેના કારણે આગામી 15 દિવસ સુધી ભક્તોને દર્શન નહીં મળે. માન્યતા છે કે મહાસ્નાન પછી ભગવાન આરામ કરે છે અને તેમના આરોગ્ય માટે વિશેષ સેવા-પૂજા કરવામાં આવે છે. આ સમયગાળાને ભક્તો વિરહભાવ, ભજન અને સાધનાના દિવસો તરીકે ઉજવે છે. ઇસ્કોન મંદિરના બ્રહ્મતીર્થ દાસે તમામ ભક્તોને રથયાત્રા મહોત્સવમાં પરિવાર સાથે જોડાવા અપીલ કરી છે. મંદિર દ્વારા ભવ્ય રથયાત્રાની તૈયારીઓ પણ જોરશોરથી શરૂ કરવામાં આવી છે.

Exit mobile version