Site icon hindtv.in

સુરતમાં હોળી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

સુરતમાં હોળી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ
Spread the love

સુરતમાં હોળી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ
પાંજરાપોળ ખાતે ગાયના છાણના ગૌ કાષ્ટથી હોળી પ્રગટાવી
હોળી દહનના દર્શન કરવા ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યુ

સુરતમાં હોળી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ છે.ત્યારે પાંજરાપોળ ખાતે ગાયના છાણના ગૌ કાષ્ટ એટલે કે વૈદિક લાકડાથી હોળી પ્રગટાવવામાં આવી હતી.

સુરત પાંજરાપોળ દ્વારા પર્યાવરણલક્ષી હોળીનો સંદેશ આપવામાં આવ્યુ હતું. આ વર્ષે પણ સુરતના પાંજરાપોળમાં હજારો મણ ગાયના છાણના ગૌ-કાષ્ટ એટલે કે વૈદિક લાકડાથી પ્રગટાવવામાં આવી હતી. વૃક્ષોને કપાતા બચાવવા માટે લાકડાના બદલે ગૌ-કાષ્ટનો ઉપયોગ કરવાનો ભવ્ય નિર્ણય કરાયો હતો અને પ્રદૂષણ મુક્ત અને શાસ્ત્રોક્ત પદ્ધતિથી હોળીની ઉજવણી કરી હતી. સુરતવાસીઓમાં હોળીમાં ભક્તિ અને સેવાનો સંગમ જોવા મળ્યો હતો. પાંજરાપોળમાં હોળી દહનના દર્શન કરવા ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યુ હતું તો શુભ મુહૂર્તે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે હોળી પ્રગટાવાઈ હતી. અને ભક્તો માટે દર્શન અને હોળીની પ્રદક્ષિણા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી તો સાથે સુરતીઓ મોટી સંખ્યામાં હોળીના દર્શન કરી ગૌ-સેવામાં સહભાગી બન્યા હતાં.

Exit mobile version