Site icon hindtv.in

સુરતના ઉન પાટીયા સનાબીલ પાસે હીટ એન્ડ રન

સુરતના ઉન પાટીયા સનાબીલ પાસે હીટ એન્ડ રન
Spread the love

સુરતના ઉન પાટીયા સનાબીલ પાસે હીટ એન્ડ રન
ટાટા કંપનીની શિયારા કારના ચાલકે વૃદ્ધ મહિલાને અડફેટે લીધી
અકસ્માત બાદ કાર ચાલક ભાગી ભાગી છુટ્યો

સુરતના ઉન પાટીયા સનાબીલ પાસે હીટ એન્ડ રનની ઘટનામાં ટાટા કંપનીની શિયારા કારના ચાલકે વૃદ્ધ મહિલાને અડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા મહિલાનું કરૂણ મોત નિપજ્યુ હતું. અકસ્માત બાદ કાર ચાલક ભાગી ભાગી છુટ્યો હતો જેને લઈ લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.

સુરતમાં બેફામ કાર ચાલકો વારંવાર અકસ્માતની ઘટનાઓને અંજામ આપતા હોય છે ત્યારે સુરતના ઉન પાટીયા સનાબીલ પાસે રસ્તા પર સર્જાયેલી એક ગંભીર હીટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં ટાટા કંપનીની શિયારા કારની અડફેટે વૃદ્ધ નિર્મલાબેન આવતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે અકસ્માત સર્જી કાર ચાલક ભાગી છુટ્યો હતો તો હોસ્પિટલે પહોંચેલા વૃદ્ધા નિર્મલાબેનને તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતાં. અકસ્મત બાદ ભેસ્તાન પોલીસ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

Exit mobile version