અમરેલી જાફરાબાદ માછીમારો માટે ઐતિહાસિક નિર્ણય..
બોટની 20 મીટર લંબાઈની મર્યાદા સરકારે સંપૂર્ણપણે દૂર કરી
બોટોને પ્રતિ લીટર મહત્તમ 15 રૂપિયા સુધીની વેટ રાહત અપાશે…
અમરેલી જાફરાબાદ માછીમારો માટે રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય…….
અમરેલી જાફરાબાદ માછીમારો માટે યાંત્રિક બોટના ડીઝલ પર મળતી વેટ રાહત યોજનામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. બોટની 20 મીટર લંબાઈની મર્યાદા સરકારે સંપૂર્ણપણે દૂર કરી છે. હવે 20 મીટરથી વધુ લંબાઈ ધરાવતી બોટોને પણ સબસિડીનો લાભ મળશે, અને બોટોને પ્રતિ લીટર મહત્તમ 15 રૂપિયા સુધીની વેટ રાહત અપાશે…
આ નિર્ણયથી રાજ્યની 18,000થી વધુ યાંત્રિક ફિશિંગ બોટોને સીધો ફાયદો થશે. યોજનાનો લાભ લેવા રિયલ ક્રાફ્ટ પોર્ટલ પર નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. નિર્ણયથી નાના, મધ્યમ અને મોટા તમામ માછીમારોનો ડીઝલ ખર્ચ ઘટશે.ઐતિહાસિક નિર્ણય બદલ માછીમાર સમાજે CM ભૂપેન્દ્ર પટેલ અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીનો આભાર માન્યો….

