સુરતમાં હીરપરા પરિવારનું સ્નેહમિલન
સ્નેહમિલન સમારોહ કાર્યક્રમ બાબત ચર્ચા
પ્રમુખશ્રી નરેન્દ્રભાઈ હિરપરાએ આપી માહિતી
સુરતમાં હીરપરા પરિવારના સ્નેહમિલન નિમિતે તારીખ 20.9.25 ની મીટિંગમાં 30 ટ્રસ્ટીઓ સજોડે હાજર રહયા હતા આવનાર તારીખ 4.1.26 ના રોજ રાખેલ સ્નેહમિલન સમારોહ કાર્યક્રમ બાબત ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી
હીરપરા પરિવારના 73 ટ્રસ્ટીઓ મીટિંગમાં અને નવા 3.ટ્રસ્ટીઓ જોડાયા ફુલ 76 ટ્રસ્ટીઓ થઇ ચુકયા છે પ્રમુખશ્રી નરેન્દ્રભાઈ હિરપરાએ તમામ ટ્રસ્ટીઓને આવકાર્યા હતા ઉપ પ્રમુખશ્રી છગનભાઇ હિરપરાએ નવા ટ્રસ્ટીઓ બનાવવા માટેની વાત કરી હતી મંત્રીશ્રી હિતેશભાઈ હિરપરાએ આવનાર કાર્યક્રમની માહિતીઓ આપી હતી મીટિંગનુ સૌજન્ય વિપુલભાઇ હિરપરા મજેવડી તરફથી પ્રાપ્ત થયુ હતુ નવા આવેલ ત્રણેય ટ્રસ્ટીઓનુ સન્માન કરવામાં આવ્યુ હતુ તેમજ વિપુલભાઇ હિરપરાનુ પણ સન્માન કર્યુ હતુ મીટિંગના અંતે આભાર દર્શન જયેશભાઇ હિરપરાએ કર્યુ હતુ.
