Site icon hindtv.in

ભારે વરસાદ બાદ દિલ્હીની ઉચ્ચસ્તરીય કેન્દ્રીય ટીમ સુરત પહોંચી

ભારે વરસાદ બાદ દિલ્હીની ઉચ્ચસ્તરીય કેન્દ્રીય ટીમ સુરત પહોંચી
Spread the love

ભારે વરસાદ બાદ દિલ્હીની ઉચ્ચસ્તરીય કેન્દ્રીય ટીમ સુરત પહોંચી
એનડીએમએ સહિતની ટીમે અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી
પૂર અને બચાવ કામગીરીની સ્થિતિનું કેન્દ્રીય ટીમે નિરીક્ષણ કર્યું

સુરત શહેરમાં ભારે વરસાદ અને ખાડીઓના પાણીની સ્થિતિ બાદ હવે દિલ્હીની ઉચ્ચસ્તરીય કેન્દ્રીય ટીમ સુરત પહોંચી છે. પૂર અને બચાવ કામગીરીની સમગ્ર સ્થિતિની તપાસ માટે એનડીએમએ સહિતની ટીમે અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી છે.

સુરત શહેરમાં પૂર અને ખાડીની ગંભીર સ્થિતિ બાદ કેન્દ્રીય સ્તરે તપાસ શરૂ કરવામાં આવી છે. સ્થિતિનો તાગ મેળવવા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એટલે કે એનડીએમએની ટીમ સુરત આવી પહોંચી છે. આ ઉચ્ચસ્તરીય કેન્દ્રીય ટીમમાં સેન્ટ્રલ વોટર કમિશન, ભારતીય હવામાન વિભાગ અને એનડીઆરએફના વરિષ્ઠ અધિકારીઓ સામેલ રહ્યા હતા. સુરતના આઈસીસીસી સેન્ટર ખાતે કેન્દ્રીય ટીમ સમક્ષ શહેરમાં સર્જાયેલી પૂર જેવી સ્થિતિ અને હાથ ધરાયેલી બચાવ કામગીરી અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા અસરગ્રસ્ત લોકોના સ્થળાંતર, ફૂડ પેકેટના વિતરણ તેમજ પૂર બાદ હાથ ધરાયેલી સફાઈ કામગીરી સહિતની વિવિધ વિગતો કેન્દ્રીય ટીમ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ એનડીએમએની ટીમે મીઠી ખાડી અને ભેદવાડ ખાડી કિનારે આવેલા અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી હતી. ટીમ સણીયા હેમાદ વિસ્તારમાં પણ પહોંચી હતી અને સ્થાનિક પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પૂર અને ખાડીની સમસ્યાના કાયમી ઉકેલ માટે જરૂરી પગલાં અંગે પણ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.

Exit mobile version