સુરતમાં હેલ્મેટની ચોરીની ઘટના બની
પાંડેસરા ડી માર્ટના પાર્કિંગમાંથી હેલ્મેટની ચોરી
સુરતમાં ચોરીના રોજેરોજ બનાવો વધી રહ્યા છે ત્યારે પાંડેસરામાં ડી માર્ટ ના પાર્કિંગમાંથી રીઢો ચોર હેલ્મેટની ચોરી કરી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે.
સુરતમાં ચોરીના વધતા જતા બનાવો વચ્ચે હેલ્મેટની ચોરી પણ શરૂ થઈ ગઈ છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ ડી માર્ટના પાર્કિંગમાં ચોરીની ઘટના બની હતી. ડી માર્ટની અંદર પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડી પરથી જાણ્યો ચોર ઈસમ હેલ્મેટની ચોરી કરી ભાગી છુટ્યો હતો તો સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હોય હાલ તો સીસીટીવીના આધારે રીઢા હેલ્મેટ ચોરને ઝડપી પાડવા પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે.

