સુરતમાં ભારે વાહનના ચાલકો બેફામ બન્યા
બેફામ ટ્રક ચાલકો અકસ્માતની ઘટનાઓને આપી રહ્યા છે અંજામ
રીંગરોડ પર બેફામ ટ્રક ચાલકે બીઆરટીએસમાં ટ્રક ઘુસાડી દીધી
સુરતમાં ભારે વાહનના ચાલકો અને તેમાં પણ ટ્રક ચાલકો અકસ્માતની ઘટનાઓને અંજામ આપે છે ત્યારે રીંગરોડ પર બેફામ ટ્રક ચાલકે બીઆરટીએસમાં ટ્રક ઘુસાડી દીધી હતી.
સુરતમાં વારંવાર બેફામ બની ટ્રકના ચાલકે અકસ્માત સર્જી રહ્યા છે. ત્યારે સુરતના સલાબતપુરા ખાતે આવેલ રીંગરોડ પર અકસ્માત સર્જાયો હતો. રીંગરોડ પર આવેલ એચ.ટી.સી. ટુ માર્કેટમાં સામે બેફામ રીતે રોંગ સાઈડે આવેલા ટ્રકના ચાલકે બીઆરટીએસ માં ટ્રક ઘુસાડી દઈ અકસ્માત સર્જ્યો હતો જેને લઈ બીઆરટીએસ રેલીંગને ભારે નુકશાન થયુ હતુ જો કે કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.

