Site icon hindtv.in

ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ

ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ
Spread the love

ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ
દિવાળી અને છઠપૂજાને લઈને વતન જવા મુસાફરોની પડાપડી
ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ જવા પરપ્રાંતીય પરિવારો રવાના
ભીડને નિયંત્રિત કરવા રેલવે વિભાગ દ્વારા સ્પેશિયલ ટ્રેનો દોડાવાઈ રહી છે

દિવાળી અને છઠપૂજાના તહેવારોને લઈને સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં પરપ્રાંતીય પરિવારો ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ તરફ પોતાના વતન જવા રવાના થઈ રહ્યા છે. મુસાફરોની ભીડને નિયંત્રિત કરવા રેલવે વિભાગ દ્વારા સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર દિવાળી અને છઠપૂજાના પર્વને લઈને મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. હજારોની સંખ્યામાં લોકો પોતાના પરિવાર સાથે વતન જવા માટે રેલવે સ્ટેશન પહોંચી રહ્યા છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ તરફ જતી ટ્રેનોમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. તહેવારોમાં મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગ દ્વારા સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. મુસાફરોને રાહત મળે અને ભીડનું યોગ્ય સંચાલન થાય તે માટે અંદાજે 40 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક વેઇટિંગ એરિયા પણ બનાવવામાં આવ્યો છે. મહત્વનું છે કે ગત વર્ષે ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની બેકાબૂ ભીડના કારણે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અનેક મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિનું ફરી પુનરાવર્તન ન થાય તે માટે આ વખતે રેલવે વિભાગ અને પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. હજારો મુસાફરોને વ્યવસ્થિત અને સુરક્ષિત રીતે વતન પહોંચાડવા માટે તંત્ર સતત કામગીરી કરી રહ્યું છે.

Exit mobile version