Site icon hindtv.in

સુરતમાં ભારે વરસાદે ફરી વિકાસના દાવાઓની પોલ ખોલી

સુરતમાં ભારે વરસાદે ફરી વિકાસના દાવાઓની પોલ ખોલી
Spread the love

સુરતમાં ભારે વરસાદે ફરી વિકાસના દાવાઓની પોલ ખોલી
દુકાનોમાં ગળા સુધી વરસાદી પાણી ભરાતા વેપારીઓને ભારે નુકસાન
આ જ સ્થિતિને લઈને વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો

સુરતમાં ભારે વરસાદે ફરી એકવાર વિકાસના દાવાઓની પોલ ખોલી હોય તેમ વેસુ વિસ્તારમાં ભગવાન મહાવીર કોલેજની બાજુમાં આવેલી દુકાનોમાં ગળા સુધી વરસાદી પાણી ભરાતા વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

સુરત શહેરમાં પડેલા ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. વેસુ સ્થિત ભગવાન મહાવીર કોલેજની બાજુમાં આવેલી દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. ગળા સુધી પાણી ભરાતા વેપારીઓ માલસામાન બચાવવા દોડધામ કરતા જોવા મળ્યા હતાં. દુકાનોમાં પાણી ઘૂસી જતાં લાખો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. દર વર્ષે વરસાદમાં સર્જાતી આ જ સ્થિતિને લઈને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ તાત્કાલિક અસરકારક ડ્રેનેજ વ્યવસ્થા અને કાયમી ઉકેલની માંગ કરી છે.

Exit mobile version