Site icon hindtv.in

સુરત સહિત દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદ

સુરત સહિત દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદ
Spread the love

સુરત સહિત દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદ
ભારે વરસાદની સીધી અસર હવે શાકભાજીના બજારમાં જોવા મળી
નુકસાન અને વાહનવ્યવહાર ખોરવાતા શાકભાજીના ભાવ આસમાને

સુરત સહિત દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદની સીધી અસર હવે શાકભાજીના બજારમાં જોવા મળી રહી છે. પાકને નુકસાન અને વાહનવ્યવહાર ખોરવાતા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે.

સતત વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં કોબીજ, ફ્લાવર, ટામેટા, રીંગણ, તુવેર સિંગ, ગુવાર અને આદુ સહિતના શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે. બીજી તરફ છેલ્લા બે-ત્રણ દિવસથી રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે ટ્રાન્સપોર્ટેશન પણ પ્રભાવિત થયું છે, જેના કારણે બજારોમાં શાકભાજીની આવક નોંધપાત્ર રીતે ઘટી છે. વેપારીઓનું કહેવું છે કે જો વરસાદ હજુ પણ ચાલુ રહેશે અને ખેડૂતોને નવી વાવણી માટે સમય નહીં મળે તો આગામી દિવસોમાં શાકભાજીની અછત વધુ ગંભીર બનશે અને ભાવમાં વધુ વધારો થઈ શકે છે. આ મોંઘવારીનો સૌથી મોટો ફટકો સામાન્ય ગૃહિણીઓ, મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારોના ઘરખર્ચ પર પડી રહ્યો છે.

Exit mobile version