Site icon hindtv.in

સુરત શહેરમાં સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ

સુરત શહેરમાં સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ
Spread the love

સુરત શહેરમાં સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ
ધોધમાર વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું
વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

સુરત શહેરમાં સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હોય તેમ વરાછા સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સુરત શહેરમાં સતત બીજા દિવસે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ ચાલુ રાખતા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વરાછા મેઈન રોડ પર ભારે પાણી ભરાતા મુખ્ય માર્ગ જળબંબાકાર બન્યો હતો. વલભાનગર સોસાયટીમાં કમર સુધી પાણી ભરાતા સ્થાનિકો ઘરોમાંથી બહાર નીકળવા મજબૂર બન્યા હતા. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને અનેક વાહનો પાણીમાં બંધ પણ પડી ગયા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા વાહનોની અવરજવર ધીમી પડી ગઈ છે. સતત વરસાદને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે, જ્યારે લોકો હવે વરસાદ થંભે અને પાણી ઝડપથી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે.

Exit mobile version