Site icon hindtv.in

નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકથીઅતિભારે વરસાદ

નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકથીઅતિભારે વરસાદ
Spread the love

નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકથીઅતિભારે વરસાદ
તિભારે વરસાદે સમગ્ર જિલ્લાને પાણી-પાણી કરી દીધો
જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાણીએ મહત્વની માહિતી આપી

નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા અતિભારે વરસાદે સમગ્ર જિલ્લાને પાણી-પાણી કરી દીધો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વચ્ચે મુખ્ય નદીઓ ભયજનક સપાટી વટાવી ચૂકી છે. અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, હજારો લોકોનું સ્થળાંતર કરાયું છે અને સમગ્ર વહીવટી તંત્ર એલર્ટ મોડમાં છે. સમગ્ર પરિસ્થિતિ અંગે જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાણીએ મહત્વની માહિતી આપી છે. જોઈએ આ અહેવાલ…

નવસારી જિલ્લામાં મેઘરાજાએ જાણે વિરામ લેવાનું નામ જ લીધું નથી. છેલ્લા 24 કલાકથી સતત વરસી રહેલા વરસાદના કારણે જિલ્લાભરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પરિસ્થિતિને લઈને જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાણીએ જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં સવારે 6 વાગ્યા સુધી જિલ્લામાં સરેરાશ 10.7 ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં વાંસદા તાલુકામાં સૌથી વધુ 17 ઇંચ, ખેરગામમાં 14 ઇંચ અને બાકીના તમામ તાલુકાઓમાં સરેરાશ 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સવારે 6 વાગ્યા બાદ પણ વરસાદ સતત ચાલુ રહેતા સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાણીએ લોકોને અપીલ કરી છે કે અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળે, નદી-નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં અવરજવર ટાળે તેમજ કોઈપણ આપાતકાલીન સ્થિતિમાં જિલ્લા કંટ્રોલ રૂમનો તાત્કાલિક સંપર્ક કરે.

અતિભારે વરસાદને કારણે જિલ્લાની મુખ્ય નદીઓમાં પણ જળસ્તર સતત વધી રહ્યું છે. પૂર્ણા નદી 23 ફૂટની ભયજનક સપાટી સામે 25 ફૂટે, અંબિકા નદી 28 ફૂટની ભયજનક સપાટી સામે 39 ફૂટે જ્યારે કાવેરી નદી 19 ફૂટની ભયજનક સપાટી સામે 29 ફૂટે વહી રહી છે. જોજ અને કીલિયા જળાશયો પણ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ખતરો વધુ ઘેરો બન્યો છે. વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ શાળાઓ, આંગણવાડીઓ, કોલેજો અને આઈટીઆઈમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લામાં પંચાયત હસ્તકના 223 રસ્તાઓ અને 18 સ્ટેટ હાઈવે હાલ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. પૂરની સંભાવનાને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ વિસ્તારોમાંથી અંદાજે 2 હજાર જેટલા લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાંથી 670 લોકો હાલ શેલ્ટર હોમમાં આશરો લઈ રહ્યા છે. કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિનો સામનો કરવા જિલ્લામાં બે SDRFની ટીમોને સ્ટેન્ડબાય પર તૈનાત રાખવામાં આવી છે….ઉમેશ સોની નવસારી

Exit mobile version