ભરૂચમાં ચોમાસાની શરૂઆતમાં મુખ્ય માર્ગોનું ભારે ધોવાણ.

Featured Video Play Icon
Spread the love

ભરૂચમાં ચોમાસાની શરૂઆતમાં મુખ્ય માર્ગોનું ભારે ધોવાણ.
દહેજ બાયપાસ પર શેરપુરા નજીક ‘ડિસ્કો રોડ’.
રસ્તા પર મસમોટા ખાડા, વાહનચાલકો ભારે પરેશાન.

ગુજરાતમાં મોડેથી પહોંચેલું ચોમાસુ ધીમે ધીમે જામી રહ્યું છે. રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિને પગલે ઘણા જિલ્લાઓમાં રસ્તાઓ ધોવાઈ જવા અથવા પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા સલામતીના ભાગ રૂપે બંધ કરવાની ફરજ પડી છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટને જોડતા મુખ્ય માર્ગ પર ભારે વરસાદની સીધી અસર જોવા મળી છે. ગત સાંજે અંકલેશ્વરમાં માત્ર બે કલાકમાં નોંધાયેલા 2.72 ઇંચ વરસાદ બાદ આમલાખાડી બે કાંઠે વહેતી થઈ હતી. જેના કારણે અંકલેશ્વર-હાંસોટને જોડતો મુખ્ય હાઈવે બંધ કરવાની ફરજ પડી છે. આ સ્થિતિને પગલે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, ભારે વરસાદ અને આમલાખાડીમાં આવેલા પૂરના કારણે આ કામચલાઉ માર્ગ ધોવાઈ જતાં મુખ્ય માર્ગ પર અવરજવર સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. ભરૂચ અને અંકલેશ્વરમાં ચોમાસાની શરૂઆતમાં જ ભારે વરસાદના કારણે મુખ્ય માર્ગો, બ્રિજના ડાયવર્ઝન અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના અને ધોવાણ થવાના કિસ્સાઓ સામે આવ્યા છે. પ્રિ-મોન્સૂન કામગીરીના અભાવે વાહનચાલકો અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા

જ્યારે સરકારી એસટી બસો સહિત તમામ ભારે વાહનોની અવરજવર હાલ પૂરતી બંધ કરવામાં આવી છે. પરિણામે ટ્રકો, બસો અને અન્ય ભારે વાહનોને હાંસોટ તરફ જવા માટે ગ્રામ્ય વિસ્તારોમાંથી અંદાજે 10થી 15 કિલોમીટરનો વધારાનો ચક્કર મારીને જવું પડી રહ્યું છે. માર્ગ બંધ થતાં સવારે જ મોટી સંખ્યામાં વાહનોની કતારો જોવા મળી હતી. દૈનિક નોકરી-ધંધા માટે આવનજાવન કરતા લોકો તેમજ વેપારીઓને સમય અને ઇંધણ બંનેનો વધારાનો ખર્ચ સહન કરવો પડી રહ્યો છે. વાહનચાલકોએ જણાવ્યું હતું કે વરસાદી સિઝનમાં અગાઉથી વૈકલ્પિક વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી હોત તો આવી મુશ્કેલી ઊભી ન થઈ હોત….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *