Site icon hindtv.in

મોરબી બ્રિજ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટમાં 18 જુલાઈએ સુનાવણી

મોરબી બ્રિજ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટમાં 18 જુલાઈએ સુનાવણી
Spread the love

મોરબી બ્રિજ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટમાં 18 જુલાઈએ સુનાવણી
ગુજરાત હાઈકોર્ટમાં પીડિત પરિવાર તરફથી રજૂઆત.
મૃતકોના પરિજનોએ અપવાદરૂપ વળતર અંગે માંગી દાદ.
પ્રતિ મૃતક 2 કરોડ અને ઘાયલોને 50 લાખનું વળતર આપવા માંગી દાદ.

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાને પગલે હાઇકોર્ટ દ્વારા સુઓમોટો કરવામાં આવી હતી. તબક્કાવાર ધીમે ધીમે આ અરજીના પગલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા અનેક હુકમો કરવામાં આવ્યા હતા. કેબલ બ્રિજ દુર્ઘટના મુદ્દે વધુ એક વખત ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાને પગલે ઓરેવા કંપની દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જાણ કરવામાં આવી હતી કે, મૃતકોના સ્વજનોને વળતરમાં આપવાની કુલ 7 કરોડ અને 31 લાખ રકમ એટલે કે 50 ટકા જેટલી રકમ ગુજરાત સ્ટેટ લીગલ ઓથોરિટીને જમા કરાવી દેવામાં આવી છે. બાકીની રકમ 11 એપ્રિલ સુધીમાં જમા કરાવી દેવામાં આવશે, એવી ખાતરી ઓરેવા કંપનીએ કોર્ટ સમક્ષ આપી છે. આ સાથે જ ઓરેવા કંપની દ્વારા કોટ સમક્ષ મહત્વની રજૂઆત કરવામાં આવી હતી કે, આ બ્રીજના સમારકામ લેવા અંગે અમને અમુક વ્યક્તિઓ દ્વારા મનાવવામાં આવ્યા હતા. આ અંગેની એફિડેવિટ સાથેની વિગતો અમે વ્યક્તિઓના નામ સાથે મૂકેલી છે, તો આ બાબતનો કોર્ટમાં ખુલાસો કરવામાં આવે એવી પણ કંપની દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે બાકીની 50 ટકા રકમ આગામી સુનાવણી સુધીમાં જમા કરાવી દેશે, એવી પણ ઓરેવા કંપની દ્વારા કોર્ટ સમક્ષ જાણ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે વધુ સુનાવણી 18 એપ્રિલે હાથ ધરવામાં આવશે ત્યારે આજ રોજ વધુ સુનવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટમાં પીડિત પરિવાર તરફથી રજૂઆત કરતા મૃતકોના પરિજનોએ અપવાદરૂપ વળતર અંગે પ્રતિ મૃતક 2 કરોડ અને ઘાયલોને 50 લાખનું વળતર આપવા દાદ માંગી છે

અત્રે ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર મહિનામાં મોરબી બ્રિજ દુર્ઘટનામાં 137 જેટલા લોકોના મૃત્યુ થયા હતા. આ સમગ્ર ઘટનાને પગલે માત્ર મોરબી શહેરમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં આ ઘટનાને પગલે ચકચાર મચી હતી. આ સમગ્ર મામલે વધુ એક સુનાવણી 18 એપ્રિલે હાથ ધરવામાં આવી છે, ત્યારે ઓરેવા કંપની તરફથી હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવેલી નામોની એફિડેવિટ અંગે આગામી સમયમાં મહત્વના ખુલાસા પણ થઈ શકે છે. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version